Dark Mode
Image
  • Monday, 29 April 2024

દહેગામ નગરપાલિકામાં ગંદકીથી લોકો ત્રાહિમામ || In Dehgam Municipality, people are suffering from dirt ||

દહેગામ નગરપાલિકામાં ગંદકીથી લોકો ત્રાહિમામ || In Dehgam Municipality, people are suffering from dirt ||

દહેગામ નગરપાલિકામાં ગંદકીથી લોકો ત્રાહિમામ


તળાવની સાફ સફાઈ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી


દહેગામ નગરપાલિકામાં આવેલા ઓડા તળાવ ગંદકી અને કોહવાઈ ગયેલા કચરાથી માથું ફાટી જાય તેવી ગંધ મારતી હતી. ત્યારે આ તળાવની સાફ સફાઈ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.


નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ઓડા તળાવની સમસ્યા બહુ ગંભીર બની


ગાંધીનગર જિલ્લાના દેહગામ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ઓડા તળાવની સમસ્યા બહુ ગંભીર બની જવા પામી હતી અને આ તળાવમાં ગંદકી અને કચરાનો નિકાલ થતો ન હતો.


આગેવાનો અને શહેરીજનોએ આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં


જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતા રોગચાળાનો પણ ભય ફેલાઈ રહ્યો હતો. તેથી દેહગામ શહેરના કેટલાક અગ્રણી આગેવાનો અને શહેરીજનોએ આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.


સ્થાનિક તરવૈયાઓને સાથે રાખી ત્રણ દિવસથી તળાવની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી


આખરે ગંદકી સાફ સફાઈ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફાયર બિગેડ ટીમ, સ્થાનિક તરવૈયાઓને સાથે રાખી ત્રણ દિવસથી તળાવની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!