Dark Mode
Image
  • Sunday, 05 May 2024

ઇડીએ કહ્યું કેજરીવાલની ધરપકડ કોઇ બદ ઇરાદાથી નથી કરાઇ, નવ-નવ સમન્સ મોકલવા છતા હાજર નહોતા થયા

ઇડીએ કહ્યું કેજરીવાલની ધરપકડ કોઇ બદ ઇરાદાથી નથી કરાઇ, નવ-નવ સમન્સ મોકલવા છતા હાજર નહોતા થયા

દિલ્હી લિકર પોલીસી સ્કેમમાં કેજરીવાલની ધરપકડને ઇડીએ યોગ્ય ઠેરવતા કોર્ટ સમક્ષ સોગંધનામું રજુ કર્યુ હતું.. ઇડીએ કહ્યું કે “અરવિંદ કેજરીવાલની ધરપકડ કાયદેસર છે. અમે કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને નવ સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ એકમાં પણ હાજર થયા ન હતા. કેજરીવાલ મની લોન્ડરિંગના દોષી છે.ઇડીએ વધુમાં કહ્યું કે કેજરીવાલની કોઇ બદ ઇરાદાને કારણે ધરપકડ કરવામાં આવી નથી. કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે. આવી સ્થિતિમાં કોઈ નેતા સાથે અન્ય ગુનેગારોથી અલગ વર્તન કરવું બંધારણ હેઠળ નથી.EDએ એમ પણ કહ્યું કે જ્યારે તેઓ PMLA ની કલમ 17 હેઠળ કેજરીવાલનું નિવેદન નોંધી રહ્યા હતા, તે દરમિયાન પણ તેઓ તેમના પ્રશ્નોના જવાબ આપી રહ્યા ન હતા.

 

-- 21 માર્ચે કરાઇ હતી ધરપકડ :- કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.કેજરીવાલે એક્સાઈઝ પોલિસી કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી.હાઈકોર્ટમાંથી રાહત ન મળતા કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

 

-- કેજરીવાલ પર આરોપ :- EDએ અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસની ગેરરીતિઓમાં મુખ્ય ષડયંત્રકારી ગણાવ્યા છે, કેન્દ્રીય તપાસ એજન્સીનો દાવો છે કે AAPના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ તેમાં સામેલ છે. આવી સ્થિતિમાં કેજરીવાલની પૂછપરછ જરૂરી છે. જ્યારે AAPએ આ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે ભાજપ આ બધું રાજકીય બદલાની ભાવનાથી કરી રહ્યું છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!