Dark Mode
Image
  • Friday, 10 May 2024

ભાજપે લોકસભા ચૂંટણીની 15મી યાદી જાહેર કરી, મુંબઈ નોર્થ સેન્ટ્રલ પર પૂનમ મહાજનની ટિકિટ કાપી

ભાજપે લોકસભા ચૂંટણીની 15મી યાદી જાહેર કરી,  મુંબઈ નોર્થ સેન્ટ્રલ પર પૂનમ મહાજનની ટિકિટ કાપી

ભાજપે તેના ઉમેદવારોની જે 15મી યાદ જાહેર કરી તેમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો.. ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પર પુનમ મહાજનની ટિકીટ કાપી નાંખી છે. અને આ બેઠક પર જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે.

 

 

-- કોણ છે પુનમ મહાજન :- પૂનમ મહાજન ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનની પુત્રી છે. 2006માં પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ પૂનમ મહાજન ભાજપમાં જોડાયા હતા. 2009માં પહેલી વાર તેઓ ઘાટકોપર વેસ્ટથી સાંસદની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. 2014માં તેમણે મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી કોંગ્રેસની પ્રિયા દત્તને હરાવી હતી. પૂનમ એક પ્રશિક્ષિત પાઇલટ પણ છે. તેમણે તેની ટ્રેનિંગ અમેરિકાના ટેક્સાસથી લીધી છે. તેમની પાસે 300 કલાકની ઉડાનનો અનુભવ છે. તેમણે 2012માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી બીટેકની ડિગ્રી પૂર્ણ કરી હતી.

 

 

-- જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને ટિકીટ :- 15મી યાદીમાં સૌથી ઉડીને આંખે વળગતું નામ જાણીતા વકીલ ઉજ્જવલ નિકમનું નામ છે. ભાજપે પૂનમ મહાજનની ટિકિટ કાપીને મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ઉજ્જવલ નિકમને લોકસભાના રણમાં ઉતાર્યાં છે.

 

 

-- આતંકી કસાબને ફાંસી ચઢાવનારા વકીલ :- ઉજ્જવલ નિકમની ગણતરી દેશના ટોચના સરકારી વકીલોમાં થાય છે. નિકમે જ મુંબઈ હુમલાના ગુનેગાર આતંકી કસાબને ફાંસી ચઢાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આતંકી કસાબના કેસની ઉપરાંત, નિકમે 1993ના મુંબઈ બોંબ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યાકાંડ, પ્રમોદ મહાજન હત્યાકાંડ જેવા હાઈ પ્રોફાઈલ કેસો પણ લડ્યાં હતા.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!