Dark Mode
Image
  • Saturday, 27 April 2024

અંજાર પોલીસે 12 મજૂર પરિવારોને જીવતા સળગાવવાનો પ્રયાસ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધ્યો

અંજાર પોલીસે 12 મજૂર પરિવારોને જીવતા સળગાવવાનો પ્રયાસ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધ્યો

બુલેટિન ઈન્ડિયા કચ્છ : અંજાર પોલીસે આજે મોહમ્મદ રફીકને પેમેન્ટ વગર કામ કરવાની ના પાડનાર 12 શ્રમજીવી પરિવારોના મકાનો સળગાવી દેવાના આરોપસર પકડી પાડ્યો હતો.અંજારના મોચી બજાર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં આજે આગ ફાટી નીકળી હતી, જેમાં 12 જેટલા કામચલાઉ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. બાદમાં આ મકાનોમાં રહેતા મજૂરોએ પગાર આપ્યા વગર કામ કરવાની ના પાડી દીધી હોવાનું બહાર આવ્યું હતું.

 

 

જેનાથી રોષે ભરાયેલા કોન્ટ્રાકટર મહંમદ રફીક જે મજૂરોને નિયમિત રીતે હેરાન-પરેશાન કરતા હતા અને તેમનું શોષણ કરતા હતા, તેમણે જ્વલનશીલ પદાર્થ ઘરો પર પાથર્યો હતો અને તેમને સળગાવી દીધા હતા. ઝૂંપડાઓના રહીશો પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા ભાગવામાં સફળ રહ્યા હતા. 12 ઘરો બળીને ખાખ થઈ જતાં હવે લગભગ 50 લોકો બેઘર થઈ ગયા છે અને આગમાં બધું જ ગુમાવી ચૂક્યા છે.

 

 

સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જાણવા મળ્યા મુજબ રફીક આખો દિવસ કામ કર્યા બાદ મજૂરોને 100 રૂપિયા આપતો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.બાદમાં પોલીસે અંજાર રેલવે સ્ટેશન પરથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપી રફીકની ધરપકડ કરી હતી અને તેના પર આઈપીસીમાં સામૂહિક હત્યા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!