Dark Mode
Image
  • Sunday, 28 April 2024

રાજકોટ-ચોટીલા હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 3ના મોત

રાજકોટ-ચોટીલા હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 3ના મોત

બુલેટિન ઈન્ડિયા ચોટીલા : ચોટીલા-રાજકોટ હાઈવે પર ગઈકાલે રાત્રે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં એમ્બ્યુલન્સ ચાલક સહિત ત્રણ લોકોના મોત થયા હતા.આ ઘટનામાં ચોટીલા તાલુકાના રાજપરા ગામની 35 વર્ષીય કાજલબેન હરેશભાઈ મકવાણા પોતાની 18 વર્ષીય પુત્રી અને પુત્ર સાથે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. સારવાર દરમિયાન તેની તબિયત લથડતા ડોક્ટરે તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી.

 

 

સરકારી એમ્બ્યુલન્સ અન્ય દર્દીને લઈને રાજકોટ જવા રવાના થઈ ચૂકી હતી ત્યારે કાજલ મકવાણાએ પુત્રી પાયલ મકવાણા (ઉ.વ.18), પુત્ર, બહેન અને બનેવી સાથે ખાનગી એમ્બ્યુલન્સની પસંદગી કરી હતી. જો કે રાજકોટ તરફ જતા રસ્તામાં હાઇવે પર આપગીગા નો ઓટલો પાસે એક ટ્રક સાથે એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઇ હતી.સ્થાનિક રહીશોએ ઇમરજન્સી સેવાઓને એલર્ટ કરી હતી.

 

 

અને તમામ દર્દીઓને 108 સેવાઓની સહાયથી ચોટીલા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દુ:ખની વાત એ છે કે, ગીતાબેન જયેશભાઈ મિયાત્રાને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આ ઉપરાંત ચોટીલામાં રહેતા પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સ ચાલક વિજય જીવાભાઈ બાવળીયા (ઉ.વ.૪૦)ને ૧૦૮ સેવા દ્વારા રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ, રાજકોટ પહોંચે તે પહેલા જ બંનેએ દમ તોડી દીધો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!