Dark Mode
Image
  • Thursday, 09 May 2024
જાફરાબાદમાંથી પસાર થતા માલવાહક ટ્રકોથી ગંભીર અકસ્માતને નિમંત્રણ

જાફરાબાદમાંથી પસાર થતા માલવાહક ટ્રકોથી ગંભીર અકસ્માતને નિમંત્રણ

- જાગૃત નાગરીકોએ ઉચ્ચ કક્ષાએ આવેદનો પાઠવ્યા

- તંત્રના નિયમોનું બેરોકટોક ઉલ્લંઘન કરીને રહણાંકીય વિસ્તારમાંથી પુરપાટ ઝડપે દોડતા હેવી ટ્રકો

રાજુલા : જાફરાબાદ શહેરના બંદર ચોક વિસ્તારમાંથી પસાર થતા મહાકાય રાક્ષસી પથ્થરો ભરેલા ટ્રકોની લાઇટ હાઉસ રોડ સુધી દિવસ દરમિયાન  સતત અવરજવર રહેતી હોય છે. કોઈપણ પ્રકારની સેફટી રાખ્યા વગર નાગરિકોની જીંદગી જોખમાય તેવી રીતે કંઈપણ બાંધ્યા વગર મોતના પરવાના સાથે પુરપાટ ઝડપે આ ટ્રકો દોડતી હોય પ્રાણઘાતક અકસ્માતની શકયતા જણાઈ રહી છે. 

જાફરાબાદના બંદર ચોકથી લાઈટ હાઉસ રોડ રહેણાંકીય  વિસ્તાર હોય ત્યાંથી મહાકાય ટ્રકની અવર-જવર બાબતે અવાર-નવાર પોલીસને મૌખીક રજુઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતાં સામાજિક કાર્યકર દ્વારા ટ્રક ચાલકો તેમજ તેના માલિકો સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં સી.આર.પી.સી. ની કલમ ૧૫૪, મુજબ તથા ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ નોંધાવી છે. ખાણ અને ખનીજ અધિનિયમ ૧૯૫૭ મુજબ તથા આઈ.પી.સી. કલમ ૨૭૯ અને ૩૭૯, વિગેરે તેમજ માઈન્સ એન્ડ મીનરલ્સની કલમ ૨૧ મુજબ ગુનો દાખલ કરવા માટેની લેખિત ફરિયાદ તથા આ ટ્રકો નંબર પ્લેટ વગરનાં હોય છે તેનું વિડિયો શુટીંગ તેમજ ફોટાઓ પણ ફરિયાદી પાસે ઉપલબ્ધ હોવાનું જણાવાયુ છે. આર.ટી.ઓ.ના નિયમોનું ભંગ કરી આ ટ્રકો ચલાવાય છે. બંદર ચોકથી લાઈટ હાઉસના રોડ પર ખુબ જ ગીચ રહેણાંકવાળો વિસ્તાર આવેલ છે અને ત્યાં નાગરિકો, મહિલાઓ તેમજ બાળકોની સતત અવરજવર રહેતી હોય છે. જેથી આ ટ્રકોના ચાલકો તેમજ માલીકો સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ આર.ટી.ઓ.ને લગતા તમામ પેપરો ચેક કરવા આશરે ૨૫ થી વધુ ટ્રકો ચાલતા હોય જે તમામ ટ્રકો રોયલ્ટી વગર ઓવર લોડીંગ ખનીજની ચોરી કરી ચાલતા હોય જેથી ભવિષ્યમાં કોઈ પ્રાણઘાતક અકસ્માત થાય અને કોઈ નિર્દોષ નાગરિકોનું જીવન જોખમાય ત્યારે જ કાર્યવાહી કરવામાં આવશે  તેવા અનેક વેધક પ્રશ્નો જનતામાં ચર્ચાઈ રહ્યા છે. 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!