Dark Mode
Image
  • Friday, 03 May 2024

આ રાજ્યના છ જિલ્લાઓમાં એકપણ વ્યક્તિએ મતદાન ન કર્યુ, ખુદ ધારાસભ્યો પણ રહ્યા મતદાનથી અળગા

આ રાજ્યના છ જિલ્લાઓમાં એકપણ વ્યક્તિએ મતદાન ન કર્યુ, ખુદ ધારાસભ્યો પણ રહ્યા મતદાનથી અળગા

લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયું. જોકે આ પ્રથમ તબક્કાના મતદાનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે નાગાલેન્ડના છ પૂર્વ જિલ્લાઓમાં બૂથ પર મતદાન કર્મચારીઓએ નવ કલાક રાહ જોઈ પરંતુ આ વિસ્તારના 4 લાખ મતદારોમાંથી એક પણ મત આપવા આવ્યા ન હતા.

 

 

-- આ માંગ સાથે બંધનું એલાન અપાયું હતું :- ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટરીની માંગ માટે દબાણ બનાવવા માટે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ શુક્રવારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને પૂર્વીય નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશનની FNT માટેની માંગ સાથે કોઈ સમસ્યા નથી કારણ કે તેમણે પહેલેથી જ આ પ્રદેશ માટે સ્વાયત્ત સત્તાઓની ભલામણ કરી છે. ENPO એ પૂર્વ વિસ્તારની સાત આદિવાસી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે.

 

 

-- 9 કલાકમાં કોઇ મતદાન કરવા ન આવ્યું :- ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય ઈમરજન્સી સેવાઓ સિવાય પૂર્વી નાગાલેન્ડના રસ્તાઓ પર લોકો કે વાહનોની અવરજવર નથી. નાગાલેન્ડના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એવા લોરિંગે જણાવ્યું હતું કે, મતદાન કર્મચારીઓ સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી પ્રદેશના 738 મતદાન મથકો પર હાજર હતા જેમાં 20 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. સીઈઓ ઓફિસના સૂત્રોએ જણાવ્યું કે, તે નવ કલાકમાં કોઈ મતદાન કરવા આવ્યું ન હતું. આ ઉપરાંત 20 ધારાસભ્યોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!