Dark Mode
Image
  • Sunday, 28 April 2024

પોતાના નિવેદનોથી કોંગ્રેસ પાર્ટી માટે મુસીબત ઉભી કરનાર મણિશંકર ઐય્યરની ટિકીટ કોંગ્રેસે કાપી નાંખી

પોતાના નિવેદનોથી કોંગ્રેસ પાર્ટી માટે મુસીબત ઉભી કરનાર મણિશંકર ઐય્યરની ટિકીટ કોંગ્રેસે કાપી નાંખી

-- મણિશંકર ઐયરની ટીકીટ કપાઇ :- લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસની તાજેતરની ઉમેદવારોની યાદીમાં પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરની ટિકિટ કાપવામાં આવી છે. કોંગ્રેસે તમિલનાડુની પરંપરાગત માયલાદુથુરાઈ લોકસભા બેઠક પરથી મણિશંકર ઐયરની જગ્યાએ નવો ચહેરો ઉતાર્યો છે. કોંગ્રેસે વકીલ આર સુધાને લોકસભા ચૂંટણી 2024 માટે આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. આર સુધા તમિલનાડુ મહિલા કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ પણ છે.

 

 

-- અલકા લાંબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પણ પોસ્ટ કર્યું :- અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ પ્રમુખ અલકા લાંબાએ આર સુધાને ઉમેદવાર જાહેર કરવા પર ખુશી વ્યક્ત કરી છે. અલકા લાંબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પણ પોસ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે તમિલનાડુ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ આર સુધાને માયલાદુથુરાઈ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવા બદલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો હૃદયપૂર્વક આભાર. ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કરતાં, અલકા લાંબાએ પણ આર સુધાને શુભેચ્છા પાઠવી હતી.

 

 

-- ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી છે મણિશંકર ઐયર :- મણિશંકર ઐયર વિશે વાત કરીએ તો, તેઓ પૂર્વ ભારતીય રાજદ્વારી છે જેમણે વિદેશ સેવામાંથી રાજીનામું આપ્યું હતું અને 1989-1991માં રાજીવ ગાંધી માટે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1991 માં, તેઓ તમિલનાડુમાંથી તેમની પ્રથમ ચૂંટણી જીત્યા. કોંગ્રેસ પાર્ટીના અગ્રણી નેતાઓમાં તેમનું નામ સામેલ છે. તેઓ 2009માં તેમની સીટ પરથી ચૂંટણી હારી ગયા ત્યાં સુધી તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં પંચાયતી રાજ મંત્રી હતા. તેઓ મે 2004 થી જાન્યુઆરી 2006 સુધી નેચરલ ગેસ અને પેટ્રોલિયમના કેબિનેટ મંત્રી અને 2009 સુધી યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હતા.

 

 

-- મણિશંકર ઘણીવાર પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહ્યા છે :- મણિશંકર અય્યર અલગ-અલગ સમયે પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં સપડાયા છે. હાલમાં જ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા તેમની પુત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેનાથી ભારે વિવાદ સર્જાયો હતો. અય્યરના નિવેદનોને લઈને કોંગ્રેસ પાર્ટી પણ ઘણી વખત બેકફૂટ પર આવી ચુકી છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં તેમના સ્થાને નવા ચહેરાને તક આપીને પાર્ટી પણ લોકોમાં એક અલગ સંદેશ આપવા માંગે છે. આ બધાને કારણે પાર્ટી દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તમિલનાડુમાં, કોંગ્રેસ તેના ' ઇન્ડિયા ગઠબંધન' સાથી ડીએમકે સાથે સીટ વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપ્યા પછી જ ઉમેદવારો ઉભા કરી રહી છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!