Dark Mode
Image
  • Monday, 20 May 2024

વર્લ્ડ કપ 2023: ચેઝ માસ્ટર કોહલીનો કમાલ, ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકટોથી હરાયું

વર્લ્ડ કપ 2023: ચેઝ માસ્ટર કોહલીનો કમાલ, ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકટોથી હરાયું

ભારત vs ન્યુઝીલેન્ડ, વર્લ્ડ કપ 2023 અપડેટ્સ: વર્લ્ડ કપ 2023 ની ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ગ્રુપ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે. ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકટોથી હરાયું. ભારતે 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપમાં હરાવ્યું

 

ચેઝ માસ્ટર વિરાટ કોહલી તેની 49મી વન-ડે સદીથી 5 રનથી પાછળ પડી ગયો હતો પરંતુ તે એક ખુશ હશે. મોહમ્મદ શમીની 5 વિકેટ ઝડપીને ભારતના પ્રભુત્વસભર દેખાવને પણ ઉજાગર કર્યો હતો. ભારત સતત 5 મી જીત સાથે ટેબલમાં ટોચ પર છે. તેઓ ટૂર્નામેન્ટમાં એકમાત્ર અજેય ટીમ છે.

 

 

ભારતે સતત પાંચમી વખત વર્લ્ડ કપ 2023 જીત્યો. ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. કિવીઓ પર ભારતીય ટીમે 20 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટ જીતી છે. આ પહેલા 2003માં તેમણે સેન્ચુરિયન મેદાન પર કિવિઝને 7 વિકેટે પરાજય આપ્યો હતો.

 

રવિવારે ભારતે ધરમશાલાના મેદાન પર ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 273 રનમાં જ ખખડી ગઈ હતી. ભારતીય ટીમે 6 વિકેટે 274ના ટાર્ગેટને 48 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ 104 બોલમાં 95 રન બનાવ્યા હતા, જ્યારે મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી.

 

 

આ જીત સાથે જ ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઇ છે. હવે ટીમ ઇન્ડિયાના 5 મેચ બાદ 10 પોઇન્ટ થઇ ગયા છે. આવી સ્થિતિમાં ભારત ટોપ-4માં પહોંચે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. હવે ટીમને 4માંથી માત્ર 2 મેચ જીતવાની રહેશે

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!