Dark Mode
Image
  • Monday, 13 May 2024

ગાંધીનગર બેઠક શા માટે દેશની સૌથી હાઇપ્રોફાઇલ બેઠકોમાંથી એક ગણાય છે ?

ગાંધીનગર બેઠક શા માટે દેશની સૌથી હાઇપ્રોફાઇલ બેઠકોમાંથી એક ગણાય છે ?

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર હોઈ શકે છે, પરંતુ 1970 માં, તેની પાસેથી રાજ્યની રાજધાની તરીકેનો દરજ્જો છીનવાઇને ગાંધીનગર પાસે જતો રહ્યો. એક સુઆયોજિત શહેર. ગાંધીનગર દેશની સૌથી હાઈપ્રોફાઈલ લોકસભા બેઠકો પૈકી એક છે. આ સીટ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે, પરંતુ જો આપણે ભાજપનો ઈતિહાસ જોઈએ તો આપણે જાણવા મળશે કે પાર્ટીના ઘણા રાજ્ય સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ ચહેરાઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે.

 

--અનેક દિગ્ગજ નેતાઓ આ બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે

 

 

1989માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અહીંથી ચૂંટણી લડ્યા હતા, જેઓ તે સમયે ભાજપમાં હતા અને બાદમાં અનેક અલગ-અલગ પક્ષોના નેતા બન્યા હતા. 1991માં ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1996માં અટલ બિહારી વાજપેયી જે બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા તેમાંથી એક ગાંધીનગર હતી અને બીજી લખનૌ. તેઓ બંને બેઠકો પરથી જીત્યા હતા. બાદમાં તેમણે ગાંધીનગર બેઠક છોડી દીધી હતી. ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણી 1998 થી 2014 સુધી સતત પાંચ વખત આ બેઠક પરથી ચૂંટાયા. 2019માં અમિત શાહ પહેલીવાર અહીંથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા.

 

 

--ગાંધીનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે સોનલ પટેલ 

 

 

અમિત શાહ ફરી એકવાર ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. બીજી તરફ, કોંગ્રેસે જેને ટિકિટ આપી છે તે સોનલ પટેલ પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. 2022માં તેઓ નારણપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ તેમની હાર થઇ હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!