Dark Mode
Image
  • Saturday, 11 May 2024

બુટલેગરો કેમ બન્યા છે બેફામ..? કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા છે દારૂના અડ્ડાઓ..?

બુટલેગરો કેમ બન્યા છે બેફામ..? કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા છે દારૂના અડ્ડાઓ..?

ગુજરાત એટલે ગાંધી અને સરદારનું ગુજરાત ગણાય છે.. ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી છે. છતાં પણ ગુજરાતમાં બુટલેગરો બેફામ બની દારૂનું વેચાણ કરી લોકોના અમૂલ્યબ જીવન સાથે ચેડા કરી જીવન બરબાદ કરી રહયા છે...

 

આવા બેફામ બનેલા બુટલેગરોએ અનેક પરિવારના ઘર બેઘર કરી દીધા છે...આ લોકો પર 302 ની જો કલમ લાગવવામાં આવે તો પણ નિયમ વિરુદ્ધ નથી કેમ કે જે માણસ રિવોલ્વર કે ઘાતક હથિયારથી માણસને મોતને ઘાટ ઉતારે છે ત્યારે કલમ 302 લાગે છે..આથી આવા લોકો ઝેરી દારૂ પીવડાવી લોકોનો અમુલ્ય જીવનનો અંત લાવી રહ્યા છે..જેથી આવા લોકો સામે પણ કડક કાર્યવાહી એટલી જ જરૂરી છે જેથી આગામી સમયમાં લોકોને બેઘર થવાનો વારો ના આવે..અને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો નાં આવે  2009 મા અમદાવાદમાં લઠ્ઠાકાંડમાં 100 થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે રાજ્ય વ્યાપી પોલીસે ઠેર ઠેર દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો...

 

જ્યારે આવી મોટી કોઈ ગુજરાતમાં ઘટના બને ત્યારે એકા એક તંત્ર સફાળું જાગી મોટી મોટી વાતો કરી કાર્યવાહી કરતી નજરે પડતી હોય છે..પરંતુ આવી ઘટનાઓ બને તે પહેલા જ તત્ર કેમ કોઈ પગલાં ભરતું નથી તે પણ એક મોટો સવાલ છે.., ગઈ કાલે પાટનગર નજીક દહેગામમાં 35 વર્ષીય યુવાનને ઝેરી શંકાસ્પદ પીણું પિતા મોત નીપજ્યું હતું અન્ય એકનું પણ મોત થયું હતું.. જ્યારે 3 જેટલા લોકોની હાલત ગંભીર થતા તેઓને તત્કાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ..અને ત્યારબાદ દહેગામ પોલીસ બુટલગેરને ત્યાં રેઇડ કરી કાર્યવાહી હાથ ધરી હતી..

 

હવે સવાલ એ છે કે આ વિસ્તરમાં જે બુટલેગર દ્વારા દારૂનું વેચાણ થઈ રહયુ હતું તેનાથી પોલીસ અજાણ હતી..? કેમ પોલીસે અગાઉ આ અડ્ડા પર રેઇડ કરી વેચાણ બંધ ના કરાવ્યું...? બુટલેગરોને કોણ બનાવે છે બેફામ..?

 

 

બુટલેગર પર કાર્યવાહી તો સ્થાનિક પોલીસ પર કેમ નહીં..?

 

જ્યારે આવી કોઈ મોટી ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે પોલીસ બુટલેગરોના અડ્ડા પર રેઇડ કરી તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરે છે..ત્યારે સવાલ એ છે કે જે વિસ્તારમાં ગઈકાલે ઘટના બની તેની સ્થાનિક પોલીસ પણ એટલી જ જવાબદાર ગણી શકાય કેમ કે આ અડ્ડા પર અગાઉ કેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી..જો આવા બુટલગેરોને અગાઉ ઝડપી પાડવામાં આવ્યા હોત તો કદાચ લીહોડા  ગામમાં બે નાના બાળકોને તેના પિતા ખોવાનો વારો ના આવ્યો હોત,...જો અગાઉ આ કાર્યવાહી થઈ હોય તો આજે ત્રણ લોકો જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ના ખાતા હોત...,દહેગામ નજીક કેટલા અડ્ડાઓ ચાલે છે કેટલા સમયથી ચાલે છે...? આની જો ઊંડાણ પૂર્વક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો સ્થાનિક પોલીસ મથકના કર્મચારીઓની પણ સંડોવળીની સામે આવે તેમાં કોઈ શંકને સ્થાન નથી.. દહેગામ નજીક જે ઘટના બની તે દિશામાં જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો સ્થાનિક પોલિસ જવાબદાર છે કે કેમ તે પણ બહાર આવી શકે અને જો સ્થાનિક પોલીસ જવાબદાર હોય તો ઉચ્ચ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો અન્ય પોલીસ મથકો માટે પણ એક દાખલો બેસાડી શકાય..

 

 

સરકારે બનાવેલ કડક નિયમોનો તંત્ર કેમ કરી રહ્યું છે ઉલ્લંઘન..?

 

ગુજરાતમાં કડક દારૂ બંધીનો અમલ થાય તે માટે સરકારે કડક નિયમો પણ બનાવ્યા છે..તેમજ સરકાર જનજાગૃતિ જેવા કાર્યક્રમો પણ કરી રહી છે ત્યારે સરકારની મહેનત પર તંત્ર પાણી ફેરવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે..સરકાર હંમેશા રાજ્યના સુખાકારી માટે તેમજ યુવાધન વ્યસનોથી દૂર રહે તે માટે યથાગ પ્રયત્નો કરી રહી છે...બોર્ડરો પરથી આવતું ડ્રગ્સ પકડવા પણ સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ઘણા અંશે સફળતા પણ મળી છે...રાજયના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુજરાતમાંથી વ્યસનની બદી દૂર કરવા મંત્રી દ્વારા અનેક વખતો વખત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરી યોજના બનાવી કડક કાર્યવાહી કરવા આદેશ આપતા હોય છે..

 

યુવા ગૃહમંત્રીએ હંમેશા ગુજરાતના યુવાનો વ્યસનની લત ના લાગી જાય તેની ચિંતા કરી પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચનો આપેલા છે.અને ઉચ્ચ અધિકારીઓ પણ આ અદેશોનું પાલન કરી કાર્યાવહી કરતા નજરે પડી રહ્યા છે...દહેગામની ઘટનમાં પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તરત એકશનમાં આવી કડક તપાસ કરવાના આદેશો આપી કસુરવાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે....પરંતુ હજુ  નીચેના સ્થાનિક પોલીસ મથકોના કર્મચારી હજુ પણ પોતાની મનમાની ચલાવતા હોય તેવું દેખાઈ રહયુ છે..ત્યારે જિલ્લા એસપી સહિતના અધિકારીઓએ આવા આળસુ પોલીસ કર્મચારીઓ સામે લાલ આંખ કરવી અતિજરૂરી બની ગઈ છે...

 

 

ભગવવાની કૃપા કે દહેગામ નજીક લીહોડા ગામમાં લઠ્ઠાકાંડ થતા બચી ગયો...ભલે લઠ્ઠાકાંડ નથી થયો પરંતુ એ ઝેરી કેમિકલ આવ્યું ક્યાંથી..? કેટલા સમયથી આ વિસ્તારમાં ઝેરી કેમકીલનો વેપલો થઈ રહયો હતો..? કેમ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી..? શુ દહેગામ પોલીસ લોકોના જીવ જાય તેની રાહ જોઈ રહી હતી..? ઉચ્ચ અધિકારી દ્વારા સ્થાનિક પોલીસ પર કોઈ કાર્યાવહી કરવામાં આવશે કે પછી બુટલેગર સામે કાર્યવાહી કરી સંતોષ માનશે...?..

 

ગાંધીનગર એસપીનો પણ સ્થાનિક પોલીસને ડર નથી..?

 

ગાંધીનગર એસ.પી.ની એક જ અલગ ઓળખ છે જેનાથી ગુનેગારોમાં ફફડાટ ફેલાય છે..ગાંધીનગર એસ.પી એ જ્યારથી જિલ્લામાં ચાર્જ સંભળાવ્યો છે. ત્યારથી જ ગાંધીનગરમાં સલામતી અને શાંતિ કેમ જળવાઈ રહે તેને લઈને સતત પ્રયત્ન કરી રહ્યા છે...જિલ્લામાં ઘણા અંશે શાંતિનો માહોલ જોવા મળી રહયો છે..પરંતુ હજુ ઘણા એવા વિસ્તારો છે જ્યાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે... દહેગામ નજીક જેને લઈને અસામાજિક તત્વો બેફામ બની રહયા છે..

 

બુટલેગરો કેમ બન્યા છે બેફામ..? કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા છે દારૂના અડ્ડાઓ..?

અસામાજિક તત્વો પર અને બુટલેગરો સામે સ્થાનિક પોલીસ તંત્રની મીઠી નજર છે કેં પછી આવા તત્વોને પોલીસનો કોઈ ડર નથી...? ત્યારે જિલ્લાના જે ગામડાઓમાં હજુ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે તેના પર પોલીસ કડક કાર્યાવહી કરશે કે પછી લઠ્ઠાકાંડ થવાની રાહ જોશે..? બુટલગેરને દારૂ વેચવાની  હિંમત આવે છે ક્યાંથી..? બુટલેગરોને કાયદાનો કોઈ ડર નથી..? ઘણા કિસ્સાઓમાં પોલીસ સ્ટેશનોની બેદરકારી પણ સામે આવતી હોય છે.. ત્યારે દહેગામ વાળી ઘટનામાં પણ પોલીસની બેદરકારી હતી કે નહીં તે તો તપાસ બાદ જ સામે આવશે..!

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!