Dark Mode
Image
  • Friday, 17 May 2024

...જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા કોઇમ્બતુરની મીઠાઇની દુકાને, ખરીદ્યા 1 કિલો ગુલાબ જાંબું

...જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા કોઇમ્બતુરની મીઠાઇની દુકાને, ખરીદ્યા 1 કિલો ગુલાબ જાંબું

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષોના હૃદયના ધબકારા વધી રહ્યા છે. તમામ પક્ષો દેશભરમાં જોરદાર રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે રાત્રે તમિલનાડુના સિંગનાલ્લુરમાં એક મીઠાઈની દુકાને પહોંચ્યા હતા. જ્યાં હાજર લોકો રાહુલ ગાંધીને તેમની વચ્ચે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દુકાનદાર અને ત્યાં કામ કરતા લોકો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ એક કિलલો ગુલાબ જાંબુ ખરીદ્યા હતા.

 

 

રાહુલ ગાંધીને પોતાની દુકાનમાં આવેલા જોઇ દુકાનદાર ખુશ

દુકાન માલિકે કહ્યું કે રાહુલ ગાંધી આવ્યા ત્યારે અમને આશ્ચર્ય થયું. તે કોઈમ્બતુર મીટીંગ માટે આવ્યા હતા.. તેમને ગુલાબ જાંબુ પસંદ હોવાથી તેમણે એક કિલો મીઠાઈ ખરીદી. તેમણે અન્ય મીઠાઈઓનો પણ સ્વાદ ચાખ્યો. મને આનંદ થયો કે તે અમારી દુકાને આવ્યા. અમારો સ્ટાફ પણ તેમને જોઈને ખુશ થયો. તે અહીં 25-30 મિનિટ રોકાયા હતા. અમને કલ્પના પણ નહોતી કે તે અહીં આવશે. અમે તેમને પૈસા ન આપવા કહ્યું પરંતુ તે મક્કમ હતા. તેમણે રોકડમાં ચૂકવણી કરી હતી.

 

 

રાહુલ ગાંધીએ તમિલ ભાષા, ઈતિહાસ અને સંસ્કૃતિની પ્રશંસા કરી હતી

આ પહેલા શુક્રવારે રાહુલ ગાંધીએ તમિલનાડુના તિરુનેલવેલીમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે તમિલ સંસ્કૃતિ, ભાષા અને ઈતિહાસની પ્રશંસા કરી અને કહ્યું કે તેમાંથી ઘણું શીખી શકાય છે. આ જ કારણ છે કે કોંગ્રેસે તેની ભારત જોડો યાત્રા તમિલનાડુથી જ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે મોદી એક દેશ, એક નેતા અને એક ભાષાની વાત કરે છે. પરંતુ આપણા માટે બધા સમાન અને મહત્વપૂર્ણ છે. તમિલ, બંગાળી અને અન્ય ભાષાઓ વિના ભારત પૂર્ણ ન થઈ શકે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!