Dark Mode
Image
  • Tuesday, 07 May 2024

સુપ્રીમ કોર્ટનો વોટ્સએપ નંબર ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દ્વારા કરાયો જાહેર, વકીલોને વોટ્સએપથી જ મળી જશે આ જાણકારી

સુપ્રીમ કોર્ટનો વોટ્સએપ નંબર ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દ્વારા કરાયો જાહેર, વકીલોને વોટ્સએપથી જ મળી જશે આ જાણકારી

દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે તેનો સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. ગુરુવારે આની જાહેરાત કરતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે સુપ્રીમ કોર્ટ વકીલોને વોટ્સએપ મેસેજ દ્વારા કોઝ લિસ્ટ, કેસ ફાઈલ કરવા અને સુનાવણી માટે લિસ્ટિંગ વિશે જાણકારી આપશે.

 

 

-- શું છે વોટ્સએપ નંબર? :- ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટનો પોતાનો જે સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કર્યો છે તે છે 87676-87676. હવે વકીલોને વોટ્સએપ નંબર પરથી કેસ ફાઈલ થવા અંગેનો ઓટોમેટેડ મેસેજ મળશે. આ ઉપરાંત વકીલોને કોઝ લિસ્ટનું નોટિફિકેશન પણ મોબાઈલ પર મળશે. કોઝ લિસ્ટનો અર્થ એ છે કે કોર્ટમાં સુનાવણી માટે તે દિવસના નિર્ધારિત કેસોની સૂચિ.

 

 

-- એક નવી પહેલ :- સુપ્રીમ કોર્ટનો સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, 75માં વર્ષમાં, સુપ્રીમ કોર્ટે વોટ્સએપ મેસેજિંગ સેવાઓને આઇટીસર્વિસ સાથે એકીકૃત કરીને ન્યાયની પહોંચને મજબૂત કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. તેનાથી વધુ વકીલોની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ વધશે. આ ઉપરાંત દૂર દૂર રહેતા લોકોને પણ કોર્ટની કાર્યવાહીની માહિતી મળી શકશે.

 

 

-- માત્ર વન વે કોમ્યુનિકેશન :- આ સાથે વકીલોને આ એપ પર ઈલેક્ટ્રોનિક ફાઈલિંગ, કોઝલિસ્ટ ઓર્ડર અને જજમેન્ટ સંબંધિત નોટિફિકેશન પણ મળશે. જો કે આ નંબર પર કોમ્યુનિકેશ વન વે હશે..એટલે કે મેસેજ આવશે પરંતુ મેસેજ મોકલી શકાશે નહીં

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!