Dark Mode
Image
  • Friday, 03 May 2024

સનાતન ધર્મ શું છે.? જાણો સનાતન ધર્મ અને બીજા સંપ્રદાયો વચ્ચેનો તફાવત..?

સનાતન ધર્મ શું છે.?  જાણો સનાતન ધર્મ અને બીજા સંપ્રદાયો વચ્ચેનો તફાવત..?

સનાતન ધર્મ શું છે.? સનાતન ધર્મનો ઉદ્ભવ ક્યાંથી થયો..?

 

સનાતન ધર્મ એ એક પ્રવૃત્તિ ધર્મ છે. જેમાં કર્મ પ્રધાન્ય વાસ્તવિકતાની ચર્ચા છે મનુષ્ય જ્યારે સમજદાર પ્રાણી તરીકે પોતાનું અસ્તિત્વ સામાજિક રીતે અને ધાર્મિક રીતે સમાજમાં એક પ્રતિષ્ઠા ઉભી કરી ત્યારથી જ સનાતન ધર્મની શરૂઆત છે સનાતન ધર્મ નો ઉદ્ભવ દિવસ કે શરૂ થવાની કોઈ જ તારીખ જોવા મળતી નથી જે ખરેખર અનાદી અનંત ચાલ્યો આવે છે. આ ધર્મ ધર્મની વ્યાખ્યામાં સટીક બેસે છે માટે તેને શ્રેષ્ઠ ધર્મ તરીકે જોઈ. શકાય આ ધર્મ એટલે કે સનાતન ધર્મ માં વૈદિક કાળ પૌરાણિક કાળ બંનેનો ઉલ્લેખ જોવા મળે છે.

 

સનાતન ધર્મ એ એક પ્રકારની સંસ્કૃતિ છે જેને સનાતન સંસ્કૃતિ એટલે કે શાશ્વત સંસ્કૃતિ કહી શકાય છે શાશ્વત નો મતલબ જે અવીરત પણે ચાલતો આવે છે જે એક વેદ કે ઉપનિષદ દ્વારા આપેલી શિક્ષા પ્રક્રિયા નો રૂપ કહેવાય એક સામાન્ય ઉદાહરણ જોઈએ તો..., "જ્યારે વ્યક્તિને કોઈપણ ટપાલ મોકલવી હોય કે પોતાના બાળકને શિક્ષા આપવી હોય કે પોતાના માતા પિતાને દવાખાને લઈ જવું હોય અથવા તો પૈસા ઉપાડવાના હોય દેવું કરવાનું હોય આ તમામ તમારી સમસ્યાઓ છે. ટપાલ નાખવા દવાખાનામાં જઈ શકાય નહીં, પૈસા ઉપાડવા સ્કૂલ કે કોલેજમાં જઈ શકાય નહીં, દવા લેવા પોસ્ટ ઓફિસમાં જઈ શકાય નહીં પરંતુ પૈસા લેવા બેંક પાસે જવું પડે દવા લેવા દવાખાને જવું પડે ટપાલ નાખવા પોસ્ટ ઓફિસમાં જવું પડે અને જો તમે જે તે ધર્મની ઉપાસના કરો તો તમને તેનો લાભ મળી શકે છે."

 

 

તે જ પ્રમાણે સનાતન ધર્મમાં પાંચ દેવોની પ્રમુખ સેવા કે પ્રમુખ પૂજા આપવામાં આવેલી છે જેમાં ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ, ભગવાન શિવ, ભગવાન બ્રહ્મા અને કાળી માતા તદુપરાંત પાંચ તત્વની પણ વાત થાય છે જેમાં પૃથ્વી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ વગેરેનો સમાવેશ થાય છે. જો આપણે ઉપાસના માં એટલે કે દેવતાઓના સાનિધ્યમાં પોતાના કાર્યો કરતા હોઈએ તો તે પરંપરા ને સનાતની પરંપરા કહેવાય છે.

 

 

સનાતન ધર્મમાં હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શીખ ધર્મ કે પછી અન્ય તમામ ધર્મો ને આવરી લેવામાં આવે છે તમામ ધર્મોની અંદર જે સિદ્ધાંતો આપવામાં આવેલા છે તે તમામ સિદ્ધાંતો સનાતન ધર્મમાં રહેલા છે પરંતુ સનાતન ધર્મમાં જેટલા સિદ્ધાંતો છે તે તમામ કદાચ અન્ય ધર્મમાં જોવા નહીં મળે અને તે જ કારણ છે કે સનાતન ધર્મ અવીરત શાશ્વત અનંત સમયથી ચાલ્યો આવેલો ધર્મ છે. જ્યાં શિક્ષા, નિરૂકત, ન્યાય, જ્યોતિષ, કર્મકાંડ, યોગ વગેરે તમામ વિષયોની શિક્ષા અપાય છે.  આ ધર્મનો કોઈ સ્થાપક નથી પરંતુ ઋષિ પરંપરાઓમાં તેનો ઉલ્લેખ થાય છે. અહીં જીવ ને જીવવા માટેની અલગ અલગ રીતો, પદ્ધતિઓ, ખાન પાનની વ્યવસ્થા, વ્યવહાર અને સંબંધની વ્યવસ્થા આપવામાં આવેલી છે.

 

લગભગ વિશ્વના તમામ ધર્મો આ સિદ્ધાંતોને સ્વીકારતા હોય છે માટે તમામ ધર્મના મૂળમાં સનાતન ધર્મ રહેલો છે તેની અંદર ફેરફાર કરી અન્ય ધર્મોએ પોતાનો અસ્તિત્વ બતાવેલો છે. પરંતુ સનાતન ધર્મ ક્યારે તેમનો વિરોધ કરેલ નથી.  આ ધર્મની વ્યાખ્યામાં પૂર્વ જન્મની વાત સ્વીકારવામાં આવે છે. જીવન અને મરણ ની વાત પણ કરવામાં આવે છે. તેમનો પોતાનો ભાસ્ય પણ રહેલ છે અને તેમના ગ્રંથો પણ રહેલા છે.

 

આદ્ય શંકરાચાર્ય ભગવાન રામાનુજ, આચાર્ય નિંબધ, આચાર્ય રામાનંદ, વલ્લભાચાર્ય વગેરે જુદા જુદા સમયે પોતાની રીતે આ ધર્મનો અર્થ લોકોને સમજાવ્યા છે માટે શાશ્વત અને અનંતકાળ સુધી ચાલનારો ધર્મ એટલે સનાતન ધર્મ કહી શકાય જેમાં જન્મ, મૃત્યુ, પુનર્જનમ, પ્રકૃતિ અને પરમેશ્વર "એકો બ્રહ્મ દુતીયો નાસ્તી" ""મોક્ષ" "નર્ક" વગેરે તમામ વિગતો અહીં આપવામાં આવેલી છે. જે સિદ્ધાંતો લગભગ તમામ ધર્મોએ એક કે બે સ્વીકારી છે. અહીંયા મૂડમાં દયા, દાન, પુણ્ય, ધર્મ, સેવા, ભક્તિ, કીર્તન, નામ સ્મરણ વગેરે ભક્તિ ના પ્રકારો મુજબ ઈશ્વરની આરાધના અથવા સામીપ્ય મેળવવા હુકમ કરવામાં આવેલ છે. પ્રેમ, કરુણા, દયા વગેરે ગુણો પણ સમાવવામાં આવેલા છે તે પણ અન્ય ધર્મ સ્વીકારે છે માટે સનાતન ધર્મ એક દ્રષ્ટિમાં સર્વ શ્રેષ્ઠ ધર્મ છે હિન્દુ ધર્મ તેમાંનો એક ભાગ છે.

 

 

આપણા સમાજમાં અલગ અલગ ધર્મવાળાઓ પોતાની રીતે પોતાના ધર્મને આગળ વધારવા પ્રયત્નો કરે છે તેમની લીટી આગળ થાય અને અન્ય બધા પાછળ થાય એવો ભાવ ઉભો થાય છે પરંતુ મિત્રો ચ્છુલ્લક દેવતાઓની પૂજા એટલે વ્યક્તિ પૂજા ને મહત્વ આપવું એ ખરેખર વ્યાજબી નથી. "ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીઓ બતાય." આ પદ્ય ગુરુનો મહિમા બતાવે છે પરંતુ ગોવિંદનો મહિમા ગુરુ પોતે ગાય છે અને ગોવિંદનો પરિચય ગુરુ આપે છે એનો મતલબ જ થાય છે કે મિત્રો તમારા ગુરુ શ્રેષ્ઠ છે પરંતુ ગોવિંદ કરતાં શ્રેષ્ઠ નથી. તમારા ગુરુ તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે પણ ગોવિંદથી શ્રેષ્ઠ હોઈ શકે નહીં.

 

આપણા સ્વામિનારાયણ સંપ્રદાય એ એક સંપ્રદાય છે જે હિન્દુ ધર્મ માંથી ઉદભવેલો છે. અલગ અલગ સંતો પોતાની રીતે પોતાનો પંથ અથવા પોતાની ઉપાસનાની પદ્ધતિ પોતાના અનુઆયો ને આપતા રહે છે પરંતુ ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ તેમની અંદર પણ નરનારાયણ અને લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનો શિક્ષાપત્રીમાં સૂચના આપેલી છે વચનામૃતમાં પણ અલગ અલગ વાર્તાઓમાં ભગવાનની ઉપાસનાની જ વાતો થઈ રહી છે. સ્વામી સહજાનંદ નો જન્મકાળ 3,એપ્રિલ,1781થી 1,જૂન,1830 નિર્વાણ દિવસ.

 

 

તેમનું મૂળ મૂળ નામ નીલકંઠ વરણી હતું. છપૈયા ગામ ઉત્તર પ્રદેશમાં જન્મ થયો હતો. ઘનશ્યામ પાંડે બાળપણનું નામ હતું તેમના ગુરુ રામાનંદજી હતા. તેમનો ધર્મ સનાતન અને હિન્દુ બ્રાહ્મણ ગુણાતીત સ્વામીના સાનિધ્યમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ મુક્તાનંદ સ્વામીએ તેમને સહજાનંદ એવું નામ આપ્યું અને દ્વારકાથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરી ફરીને તેમણે ધર્મશિક્ષા લોકોમાં પ્રસારિત કરી. છેલ્લે વચનામૃત અને શિક્ષાપત્રીની રચના કરી સામાન્ય લોકોને પોતાના સંપ્રદાયનું જ્ઞાન આપ્યું.

 

જેમને લોકો તેમના સદગુરુને ભગવાનની ઉપાધિ આપે છે જે ખરેખર ઈશ્વર તત્વ નથી. તે એક સંત વિદ્વાન અને રામાનંદ સ્વામીના શિષ્ય એટલે વૈષ્ણવ સંપ્રદાયના સંત કહેવાય. સામાન્ય લોકોમાં ધર્મની શિક્ષા આપે. આ ધર્મની અંદર પણ એને ધર્મની પદવી આપી શકાય નહીં. કારણ કે ધર્મના સિદ્ધાંતો આ સંપ્રદાયમાં રહેલા છે જે સિદ્ધાંતો રામાનુજ સંપ્રદાય કે રામાનંદ સંપ્રદાયના છે. તે સિદ્ધાંતો માનવામાં આવે છે. શ્રીમન નારાયણ શબ્દ હતો તે અપભાન્સન્સ થતાં સ્વામિનારાયણ એવો શબ્દ બન્યો. છેલ્લે લોકોએ તેને સ્વામિનારાયણ સંપ્રદાય થી પ્રચલિત કર્યો અને હવે એને જો ધર્મની સંજ્ઞા આપવામાં આવે તો તે વ્યાજબી નથી. કારણ કે ધર્મનો ભાસ્ય પોતાનું હોવું જોઈએ જે પ્રસ્થાનત્રઇ અને બ્રહ્મસૂત્ર બંને ભાસ એ રામાનુજ સ્વામીના એટલે વૈષ્ણવ સંપ્રદાયના ભાસ્ય છે. શિક્ષાપત્રી એ ભાસ્ય નથી કે વચનામૃત પણ ભાસ્ય નથી તે સ્વતંત્ર ધર્મનું અસ્તિત્વ ખોટું છે.

 

ઘણા સંતો કે કથાકારો ખોટો અર્થઘટન કરતા હોય છે. ઘણી વખત શિવ સાથે સ્વામીના ઝઘડા ની વાત હોય છે, ઘણી વખત હનુમાનજીને દાસા નો દાસ બનાવે છે. એટલે આવી વાહિયાત કલ્પનાઓ કરીને પોતાની લીટી લાંબી કરી શકાય નહીં.  ખોટા આડંબર કરી લોકોને હાસ્ય ફેલાવી મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જે ખરેખર વ્યાજબી નથી. માટે જે પોતે સંપૂર્ણ ધર્મ નથી માત્ર સંપ્રદાય છે અને એમને પોતાના સંપ્રદાયમાં રહીને પોતાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કે ધાર્મિક વિધિઓનું અપમાન કરવું જોઈએ નહીં. તેમના મંદિરોની અંદર પણ જે પૂજા સેવા અર્ચના કરવામાં આવે છે તે પણ સનાતનની પરંપરા પ્રમાણે જ હોય છે. એટલે કે હિન્દુ ધર્મની પ્રણાલિકા પ્રમાણે કરાતી હોય છે. જે વસ્ત્ર ધારણ કરવામાં આવે છે તે પણ સંન્યાસવસ્ત્ર છે ખરેખર એ વસ્ત્ર પણ ન ધારણ કરવું જોઈએ. જો તમે સંન્યાસ ધર્મનો પાલન ન કરો તો આવા વસ્ત્રો ધારણ કરવાનો અધિકાર રહેતો નથી. હાલમાં આ સંપ્રદાયનો જે વિભાગ છે તેમાં તેમના જે વિદ્વાનો હોય તેમણે જાતે સમજી વિચારીને ઉકેલ લાવવો જોઈએ. ભગવાન હનુમાનજીનું અપમાન કે શિવનું અપમાન કે અન્ય દેવી દેવતાનું અપમાન અધિક કરવું જોઈએ નહીં.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!