Dark Mode
Image
  • Sunday, 19 May 2024

લોકસભાની ચૂંટણી માટે 'ઈન્ડિયા' ગઠબંધનની શું છે ફોર્મ્યુલા?, ભાજપ સામે ટકવા માટે શું બનાવી રણનીતિ?

લોકસભાની ચૂંટણી માટે 'ઈન્ડિયા' ગઠબંધનની શું છે ફોર્મ્યુલા?, ભાજપ સામે ટકવા માટે શું બનાવી રણનીતિ?

લોકસભાની ચૂંટણી માટે દરેક પાર્ટીઓ છે તૈયાર, ઈન્ડિયા ગઠબંધન ટકવા માટે શું બનાવશે પ્લાન?

 

હાલ આખા દેશમાં ચૂંટણીલક્ષી માહોલ ચાલી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સાથે હવે 'ઈન્ડિયા' ગઠબંધન પણ ચૂંટણીમાં બાજી મારવા માટે તડામાર તૈયારી છે. આ વખતે ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનનું પ્રદર્શન કેવું રહેશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. કેમ કે, ભાજપ સામે ટક્કર આપવા એક મજબૂત ગઠબંધન બનીને આ પાર્ટી ઉભી રહી છે. 'ઈન્ડિયા' ગઠબંધન ભાજપ સામે કેટલી સક્ષમતા ધરાવે છે તે જાણવું પણ ખુબ જ જરૂરી છે.

 

 

ગઠબંધનની સરકારનું જો અત્યારે નામ આવે તો પહેલો શબ્દ આવે છે 'ઈન્ડિયા'.28 સભ્યોનું વિપક્ષી ગંઠબંધન એટલે 'ઈન્ડિયા'. ભારતમાં એક મજબૂત ગંઠબંધન બનાવવા માટે ઈન્ડિયાની રચના થઈ. ત્યારે હવે આ ગઠબંધન આગામી ચૂંટણીમાં કેવી રીતે કામ કરશે અને ભાજપ સામે કાંટાની ટક્કર આપવા માટે શું ફોર્મ્યૂલા અપનાવશે તે સમજવું ખુબ જરૂરી છે.


'ઈન્ડિયા' ગઠબંધન કેટલું સક્ષમ?

 

વર્ષ 2024ની ચૂંટણીમાં ટકી રહેવા માટે વિપક્ષે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપની NDA સામે પોતાનું ઈન્ડિયા ગઠબંધન જાહેર કર્યું અને હવે કેવી રીતે ચૂંટણીમાં ટકવું તેની પણ રણનીતિ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. વિપક્ષનું ઈન્ડિન નેશનલ ડેમોક્રેડિટ ઈન્ક્લુએસિવ અલાયન્સ એટલે કે ઈન્ડિયા ગઠબંધન ચૂંટણી માટે એકદમ તૈયાર છે.

 

 

આ ગઠબંધનમાં કોંગ્રેસ, TMC, શિવસેના, NCP, JDU, RJD, CPIM, DMK, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો આ ગઠબંધનમાં સામેલ છે. આ તમામ પક્ષો એકઠા હોવાથી તેને ઈન્ડિયા નામ આપવામાં આવ્યું છે. અને એટલે જ આ પાર્ટી ચૂંટણીમાં મજબૂતાઈથી ટકી રહેવા માટે તૈયાર છે.

 

BJP સામે ટકવા માટે તૈયાર છે 'INDIA'

 

 

વિપક્ષી ગંઠબંધન ઈન્ડિયા મેદાને તો આવી ગયું છે. પરંતુ હજુ સુધી આ પાર્ટીએ ચૂંટણીલક્ષી ફોર્મ્યૂલા જાહેર નથી કરી.ભાજપ જેવી મજબૂત પાર્ટીના ગઠબંધન સામે ઈન્ડિયા ગઠબંધનને ટકવું એક ટાસ્ક બરાબર છે. છતાં પણ આગામી વર્ષ 2024ની ચૂંટણી માટે ઈન્ડિયા પોતાને મજબૂતીથી પ્રદર્શિત કરી રહ્યું છે. પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે.આ પાર્ટી ગઠબંધન ચૂંટણીમાં ભાવ વધારો, બેરોજગારી અને ભ્રષ્ચાચારના મુદ્દાને ઉઠાવીને ચૂંટણી લડે તેવા એંધાણ છે. આ તમામ સ્થિતિમાં ભાજપના ગઠબંધન અને વિપક્ષના ગઠબંધનમાંથી કોણ ટકે છે અને કોણ બાજી હારી જાય છે તે એક મોટો સવાલ છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!