Dark Mode
Image
  • Monday, 20 May 2024

પશ્ચિમ રેલવે અમદાવાદ- તિરુચિરાપલ્લી વચ્ચે ખાસ વિન્ટર ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે અમદાવાદ- તિરુચિરાપલ્લી વચ્ચે ખાસ વિન્ટર ટ્રેન દોડાવશે

બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદથી તિરુચિરાપલ્લી વચ્ચે ખાસ સાપ્તાહિક ટ્રેનની જાહેરાત કરી છે. ટ્રેન નંબર 09419/09420, અમદાવા –તિરુચિરાપલ્લી–અમદાવાદ ખાસ, સિઝન દરમિયાન 10 ટ્રિપ કરશે.ટ્રેન નંબર 09419, અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ, 28 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી સુધી દોડશે, અમદાવાદથી દર ગુરુવારે સવારે 9:30 વાગ્યે દોડશે, જે ત્રીજા દિવસે સવારે 3:45 વાગ્યે તિરુચિરાપલ્લી પહોંચશે.એ જ રીતે ટ્રેન નંબર 09420, તિરુચિરાપલ્લી – અમદાવાદ સ્પેશિયલ, તિરુચિરાપલ્લીથી દર રવિવારે સવારે 5:40 વાગ્યે તિરુચિરાપલ્લીથી 31 ડિસેમ્બરથી 28 જાન્યુઆરી સુધી દોડશે.

 

 

 

જે બીજા દિવસે રાત્રે 9:15 વાગ્યે અમદાવાદ પહોંચશે.આ ટ્રેનને વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઇ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુર્ગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટકલ, તડપતરી, કડપ્પા, રેનીગુંટા, અરક્કોનમ, પેરામ્બુર, ચેન્નાઇ એગમોર, તંબારામ, ચેંગલપટ્ટુ, વિલુપ્પુરમ, કુડ્ડાલોર પોર્ટ, ચિદમ્બરમ, સિરકાઝી, વૈથીસ્વરન કોઇલ, મયિલાદુથુરાઇ, કુમ્બાકોનમ, પાપનાસમ અને તંજાવુર સ્ટેશનો પર કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ આપવામાં આવે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!