Dark Mode
Image
  • Monday, 20 May 2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જોવા મળશે VVIPઓનો જમાવડો, 100 જેટલા ચાર્ટર્ડ પ્લેન થશે અયોધ્યામાં લેન્ડ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જોવા મળશે VVIPઓનો જમાવડો, 100 જેટલા ચાર્ટર્ડ પ્લેન થશે અયોધ્યામાં લેન્ડ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા પહોંચશે. હકીકતમાં, અયોધ્યા અને અમદાવાદને જોડતી પ્રથમ ત્રિ-સાપ્તાહિક ફ્લાઇટ સેવા આજથી થી શરૂ થઈ છે.. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા યુપીના આ શહેરને હવાઈ માર્ગ દ્વારા દેશના અન્ય શહેરો સાથે જોડવામાં આવી રહ્યું છે.

 

 

અમદાવાદ અને અયોધ્યા વચ્ચેની હવાઈ સેવા આ સંદર્ભે લેવાયેલું પગલું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ગુરુવારે અમદાવાદ અને અયોધ્યા વચ્ચેની ફ્લાઈટને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરી હતી. આ ફ્લાઇટનું ઔપચારિક ઉદઘાટન ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમ યોગીએ વ્યક્તિગત રીતે પ્રથમ ફ્લાઈટ માટે બોર્ડિંગ પાસ લીધો હતો.

 

 

-- એરપોર્ટની ક્ષમતા પણ તપાસવામાં આવશે : સીએમ યોગી :- આ અવસરે મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં ભાગ લેવા માટે 22 જાન્યુઆરીએ અયોધ્યા એરપોર્ટ પર મહેમાનોને લઇને આવતા લગભગ 100 ચાર્ટર્ડ પ્લેન ઉતરશે તેવી અપેક્ષા છે. તેમણે એમ પણ કહ્યું કે મોટી સંખ્યામાં એરક્રાફ્ટના લેન્ડિંગથી એરપોર્ટની ક્ષમતા પણ જાણી શકાશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, અભિનેતા અમિતાભ બચ્ચન જેવા VVIP લોકો પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અયોધ્યા પહોંચવાના છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!