Dark Mode
Image
  • Monday, 20 May 2024

ઉત્તરાખંડે યુનિફોર્મ સિવિલ કોડ કમિટીનો કાર્યકાળ લંબાવ્યો, 2 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટની શક્યતા

ઉત્તરાખંડે યુનિફોર્મ સિવિલ કોડ કમિટીનો કાર્યકાળ લંબાવ્યો, 2 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટની શક્યતા

ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કમિટીની મુદતમાં 15 દિવસનો વધારો કર્યો છે. ડ્રાફ્ટિંગ કમિટી 2 ફેબ્રુઆરીએ યુસીસી ડ્રાફ્ટ રજૂ કરે તેવી સંભાવના છે.

 

સીએમ ધામીએ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવવામાં આવેલી 5 સભ્યોની કમિટીએ ડ્રાફ્ટ પૂરો કરી લીધો છે.

 

ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કમિટીની મુદતમાં 15 દિવસનો વધારો કર્યો છે. મુસદ્દા સમિતિ ૨ ફેબ્રુઆરીએ યુસીસી ડ્રાફ્ટ રજૂ કરે તેવી સંભાવના છે.

 

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે રૂરકીમાં નમો નવ મતદાતા સંમેલન (ન્યૂ વોટર્સ કોન્ફરન્સ)ને સંબોધિત કરતા આ જાહેરાત કરી હતી. સીએમ ધામીએ પોતાના મંત્રીમંડળની સાથે અયોધ્યાની યાત્રા પણ રદ્દ કરી દીધી છે અને આ બિલને વિધાનસભામાં રજૂ કરવા માટે વિશેષ સત્ર બોલાવી શકે છે.

 

 

જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળની સમિતિની મુદત આજે એટલે કે 26 જાન્યુઆરીએ પૂરી થઈ હતી. એએનઆઈના અહેવાલ મુજબ, સમિતિનો કાર્યકાળ ત્રણ વખત વધારી દેવામાં આવ્યો છે.

 

સીએમ ધામીએ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવવામાં આવેલી 5 સભ્યોની કમિટીએ ડ્રાફ્ટ પૂરો કરી લીધો છે. ડ્રાફ્ટ મળતા જ વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે અને સમગ્ર ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ કરવામાં આવશે.

 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છૂટાછેડા, લિવ-ઇન-રિલેશનશિપ, લગ્ન નોંધણી, બહુપત્નીત્વ, દત્તક લેવા, માતા-પિતાની જાળવણી, સંપત્તિ પર મહિલાઓના અધિકારો આ તમામ યુસીસીનો ભાગ હશે.

 

સીએમ ધામીએ જણાવ્યું હતું કે, વંચિતો પ્રત્યે કરુણાની ભાવના સાથે સમાજની છેલ્લી હરોળમાં ઉભા રહેલા વ્યક્તિઓના વિકાસ, કલ્યાણ અને પ્રગતિ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!