Dark Mode
Image
  • Monday, 20 May 2024

દુનિયાભરના પર્યટકોની પહેલી પસંદ બન્યુ ઉત્તર પ્રદેશ, પર્યટકોની સંખ્યાએ સર્જ્યો રેકોર્ડ

દુનિયાભરના પર્યટકોની પહેલી પસંદ બન્યુ ઉત્તર પ્રદેશ, પર્યટકોની સંખ્યાએ સર્જ્યો રેકોર્ડ

ઉત્તર પ્રદેશમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઉત્તર પ્રદેશે વિશ્વભરમાં પર્યટન ક્ષેત્રે તેની મજબૂત હાજરી નોંધાવી છે. વર્ષ 2022માં યુપીમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા 31.85 કરોડ હતી. અને 2023ના પ્રથમ 9 મહિનામાં 32 કરોડથી વધુ પ્રવાસીઓએ યુપીની મુલાકાત લીધી. જેમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. મોટાભાગના પ્રવાસીઓએ બાબા વિશ્વનાથની નગરી કાશીની મુલાકાત લીધી છે.. પ્રયાગરાજ અને અયોધ્યા આવતા પ્રવાસીઓની સંખ્યા પણ કરોડો પર પહોંચી છે.

 

 

-- કાશી ટોપ પર :- પર્યટન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2023માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર પ્રદેશમાં આવનારા સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 31,91,95,206 હતી. આ જ ગાળા દરમ્યાન 9,54,866 વિદેશી પર્યટકો પણ યુપી પહોંચ્યા. યૂપીમાં સૌથી વધુ જે સ્થળની પ્રવાસીઓએ મુલાકાત લીધી હોય તો તે છે વારાણસી.. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં કુલ 8,42,04,814 પ્રવાસીઓ વારાણસી પહોંચ્યા. જેમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 8,40,71,726 હતી. જ્યારે વિદેશીઓની સંખ્યા 1,33,088 હતી.

 

 

-- પ્રયાગરાજ બીજું ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ :- પર્યટન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાશી પછી પ્રયાગરાજ પ્રવાસીઓની બીજી પસંદ રહ્યું છે.વર્ષ 2023માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં કુલ 4,49,95,996 પ્રવાસીઓ અહીં આવ્યા હતા. જેમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 4,49,93,289 હતી. જ્યારે 2,707 વિદેશી પ્રવાસીઓ પણ પ્રયાગરાજ પહોંચ્યા હતા.

 

 

-- ત્રીજા નંબરે અયોધ્યા :- આ જ સમયગાળા દરમ્યાન અયોધ્યા ત્રીજા નંબર પર રહ્યુ છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં કુલ 2,03,64,347 પ્રવાસીઓ અહીં આવ્યા હતા. જેમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 2,03,62,713 હતી. જ્યારે વિદેશી પ્રવાસીઓની સંખ્યા 1,634 નોંધાઈ હતી. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પ્રવાસીઓ જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં નોંધાયા છે, જે 5.56 થી 5.80 કરોડની વચ્ચે હતા.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!