Dark Mode
Image
  • Monday, 20 May 2024

શિયાળામાં સીઝનલ બીમારીમાંથી તરત મળશે છૂટકારો, કેસરનો આ રીતે કરો ઉપયોગ

શિયાળામાં સીઝનલ બીમારીમાંથી તરત મળશે છૂટકારો, કેસરનો આ રીતે કરો ઉપયોગ

કેસર રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે બેસ્ટ ઉપાય છે. શિયાળામાં તેના સેવનના અનેક ફાયદા છે.

 

શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે તાસીરમાં ગરમ હોય તેવા પદાર્થોનું સેવન કરવામાં આવે છે. આ દરમિયાન સીઝનલ બીમારી પણ બહુ જોવા મળે છે. ઠંડીના વાતાવરણમાં શરદી, ઉધરસ, કફ વગેરે જેવી સમસ્યાઓ થવી સામાન્ય છે.

 

અત્યંત ગુણકારી કેસર તમને આ મોસમી રોગોથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે. આહારમાં કેસરનો ઉપયોગ કરીને તમે તમારી ઈમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ ઘણી રીતે મજબૂત કરી શકો છો. તો ચાલો જાણીએ એ શરદીની ઋતુમાં બીમારીઓથી છૂટકારો મેળવવા માટે કેસરનો ઉપયોગ કેવી રીતે કરવો.

 

કેસરની ચા :- શિયાળામાં કેસરની ચા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને બનાવવા માટે એક પેનમાં પાણી ઉકાળો. ત્યારબાદ તેમાં કેસર, લવિંગ અને તજ નાખી આ મિશ્રણને સારી રીતે ઉકાળો. જો તમે ઈચ્છો તો તેમાં ટેસ્ટ વધારવા એલચી પણ ઉમેરી શકો છો. હવે તેને ગાળી લો અને શિયાળામાં આ ચાનો આનંદ લો. આ ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર ગરમ રહે છે.

 

 

કેસર યુક્ત દૂધ :- આ સીઝનમાં તમે રાત્રે સૂતાં પહેલાં કેસરનું દૂધ પી શકો છો. કેસરની હળવી સુગંધ અને સ્વાદ સુખદ અનુભૂતિ આપે છે. દરરોજ કેસરનું દૂધ પીવાથી તણાવમાં પણ રાહત મળે છે. તેને બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં દૂધ નાખીને ધીમી આંચ પર ઉકાળો. જ્યારે તે ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં ખાંડ, કેસર અને એલચી પાવડર નાખો. આ મિશ્રણને સતત હલાવતા રહો. થોડી વાર પછી ગેસ બંધ કરી દો અને ગરમ કેસર દૂધનો આનંદ લો.

 

 

કેસર અને મધનું મિશ્રણ :- શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવું હોય તો કેસર અને મધનું મિશ્રણ અસરકારક ઉપાય છે. આ માટે કેસરના તાંતણાને મધમાં ભેળવીને ખાઓ. તમે આનું દરરોજ એક ચમચી સેવન કરી શકો છો. તેનો સ્વાદ ખૂબ જ ઉત્તમ છે.

 

 

કેસર સ્ટીમ :- શિયાળામાં લોકો ઘણીવાર કંજેશનનો ભોગ બને છે. આવી સ્થિતિમાં તમે કેસરની સ્ટીમ લઈ શકો છો. આ માટે ગરમ પાણીમાં એક ચપટી કેસર મિક્સ કરો અને તમારા માથાને ટુવાલ વડે ઢાંકીને વરાળ શ્વાસમાં લો. તેનાથી તમને બંધ નાક-ગળામાંથી રાહત મળી શકે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!