Dark Mode
Image
  • Monday, 20 May 2024

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આજે 59મો જન્મદિવસ: અક્ષય કુમાર, અજય દેવગણે પાઠવી શુભેચ્છાઓ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આજે 59મો જન્મદિવસ: અક્ષય કુમાર, અજય દેવગણે પાઠવી શુભેચ્છાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 59મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલિવુડ કલાકારોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અમિત શાહ આજે 22 ઓક્ટોબરે તેમનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તો આ ખાસ પ્રસંગે વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આમાં અક્ષય કુમાર, અજય દેવગણ, સુનીલ શેટ્ટી વગેરે કલાકારો સામેલ હતા.

 

સેલિબ્રિટીઓએ અમિત શાહને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

 

અક્ષય કુમારે પોતાના X (અગાઉનું ટ્વિટર) અકાઉન્ટ પર અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બોલિવૂડ સુપરસ્ટારે હિન્દીમાં લખ્યું હતું કે, ‘તમારા જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમિત શાહ સાહેબ. મહાકાલના આશીર્વાદથી તમને સારું સ્વાસ્થ્ય અને ખુશીઓ મળે.’

 

બોલિવુડ સિંઘમ અજય દેવગણે લખ્યું હતું કે, ‘પ્રેરણા અને સમર્પણ સાથે લીડ કરી રહ્યા છે. અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’

અભિનેતા સુનીલ શેટ્ટીએ X પર લખ્યું હતું કે, ‘શ્રી અમિત શાહજીને તેમના જન્મદિવસ પર મારી બેસ્ટ વિશિઝ. રાષ્ટ્રની સેવા કરવાનો તમારો ઉત્સાહ અમારા બધા માટે પ્રેરણા છે.’

અમિત શાહ પાસે કુલ કેટલી સંપત્તિ છે?

અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં એક વેપારી પરિવારમાં થયો હતો. તેમની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, myneta.info અનુસાર, હાલમાં અમિત શાહની કુલ સંપત્તિ 40 કરોડ 32 લાખ 75 હજાર રૂપિયા છે. જ્યારે અમિત શાહ પાસે લાયેબિલિટી 47,69,587 રૂપિયાની છે. અમિત શાહ શ્રીમંત ગુજરાતી પરિવારમાંથી આવે છે. અમિત શાહે જૂન 2020માં તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમની જાહેર કરેલી સંપત્તિ 28.63 કરોડ રૂપિયા છે. આ જ સોગંદનામામાં અમિત શાહે જણાવ્યું હતું કે તેમની પાસે 10 સ્થાવર મિલકતો છે. જે તમામ ગુજરાતમાં છે.

સફળ બિઝનેસમેન પણ છે અમિત શાહ

અમિત શાહ એક નેતા હોવા ઉપરાંત એક સફળ બિઝનેસમેન પણ છે. અમિત શાહ પણ તેમના એગ્રિકલ્ચર બિઝનેમાંથી પણ કમાણી કરે છે. અમિત શાહના પુત્ર જય શાહ પણ બિઝનેસ જગતમાં જાણીતું નામ છે. અમિત શાહના પિતા માણસામાં પીવીસી પાઇપના સફળ બિઝનેસમેન હતા. તેમને તેમની માતા પાસેથી 13.56 કરોડ રૂપિયાની સંપત્તિ વારસામાં મળી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!