Dark Mode
Image
  • Tuesday, 14 May 2024

શિયાળામાં ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ એક વિટામિન છે અસરકારક ઉપાય

શિયાળામાં ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ એક વિટામિન છે અસરકારક ઉપાય

વિટામિન ઈમાં હાજર એન્ટીઓકિસડન્ટ ગુણ કોશિકાઓને થતાં નુકસાન ઘટાડવા અને હેર ફોલિકલ્સને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 

શિયાળામાં ઠંડા હવામાનની અસર આપણા વાળ અને સ્કિન પર પણ પડે છે. આ સીઝનમાં વાળ ખરવાની કે ડેન્ડ્રફની સમસ્યા ખૂબ વધી જાય છે. તો ત્વચામાંથી ભેજ નીકળી જવાથી સ્કિન વધુ ડ્રાય થાય છે અને તણાવા લાગે છે. આનું એક મોટું કારણ જરૂરી પોષક તત્વોની કમી છે.

 

ખાસ કરીને વિટામિન E વાળ અને ત્વચા માટે અનિવાર્ય છે. વિટામિન E ઠંડીની સીઝનમાં વાળને હેલ્ધી, ચમકદાર અને મુલાયમ બનાવવા માટે જરૂરી હોય છે. વિટામિન ઈમાં હાજર એન્ટીઓક્સિડન્ટ વાળને મજબૂત બનાવે છે અને સાથે ગ્રોથમાં પણ મદદરૂપ બને છે.

 

વિટામિન E વાળને બનાવે છે મજબૂત

 

વાળની દેખભાળ માટે વિટામિન ઈ સૌથી જરૂરી વિટામિન છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ ગુણ કોશિકાઓને થતાં નુકસાન ઘટાડવા અને હેર ફોલિકલ્સને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આનાથી ઓક્સિડેટીવ તણાવ ઘટે છે. તે ફ્રી રેડિકલ દ્વારા થતા નુકસાનથી રક્ષણ આપે છે. જો તમે વિટામિન ઈ વાળમાં લગાવો છો, તો તે તમારા વાળને ચમકદાર અને મજબૂત બનાવે છે.

 

 

સ્કેલ્પમાં ઓક્સિજન અને રક્ત પરિભ્રમણ વધારે છે

 

વિટામિન ઈ સ્કેલ્પમાં બ્લડ સરક્યુલેશન વધારે છે, જે ડેન્ડ્રફ, બળતરા અને ડ્રાયનેસની સમસ્યાઓને ઘણી હદ સુધી દૂર કરે છે. શિયાળાની ઋતુમાં આ સમસ્યાઓ થવી ખૂબ જ સામાન્ય છે. આ ઉપરાંત, હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સ અથવા બ્લો ડ્રાયર પણ વાળને નુકસાન પહોંચાડે છે. વિટામિન ઇ આ બધી સમસ્યાઓનો સામનો કરવામાં અસરકારક છે.

 

વિટામિન Eથી ભરપૂર ખોરાક ખાઓ

 

વિટામિન ઈની ઉણપને દૂર કરવા માટે આહારમાં સીડ્સ, હેઝલનટ્સ, મગફળી, પાઈન નટ્સ અને બદામ લો. આ ઉપરાંત, વનસ્પતિ તેલ જેમકે, સૂર્યમુખી તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક, કેલ તેમજ કેરી, પપૈયા અને કીવી જેવા ફળોમાં વિટામીન E પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે બ્રાઉન રાઈસ અને જવ પણ તમારી વિટામિન Eની જરૂરિયાતો પૂરી કરવા માટે સારો સ્ત્રોત છે.

 

 

વિટામિન ઈની ઉણપને દૂર કરવા માટે તમે સલાહ બાદ સપ્લીમેન્ટ્સ પણ લઈ શકો છો. તે ત્વચાને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે, ત્વચાની ચમક વધારે છે, ઠંડા હવામાનમાં વાળ ખરવાની સમસ્યાને દૂર કરે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!