Dark Mode
Image
  • Friday, 17 May 2024

આજે ભારતને વેસ્ટ ઇન્ડીઝની વિરુદ્ધ પ્રથમ વખત 3 કે તેથી વધુ મેચોની શ્રેણી ગુમાવવાનું જોખમ

આજે ભારતને વેસ્ટ ઇન્ડીઝની વિરુદ્ધ પ્રથમ વખત 3 કે તેથી વધુ મેચોની શ્રેણી ગુમાવવાનું જોખમ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી ટી-20: આજે ભારતને વેસ્ટ ઇન્ડીઝની વિરુદ્ધ પ્રથમ વખત 3 કે તેથી વધુ મેચોની શ્રેણી ગુમાવવાનું જોખમ.

 

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી ટી-20 ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચનો ટોસ સાંજે 7:30 વાગ્યે થશે અને રાત્રે 8 વાગ્યાથી મેચ રમાશે. ટી20 સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 5 મેચોની સીરીઝમાં 2-0થી આગળ છે. શ્રેણી બચાવવા માટે ભારતે આ મેચ જીતવી પડશે. જો ભારત હારશે તો તે પહેલી વખત વિન્ડિઝ સામે 3 કે તેથી વધુ ટી-20 મેચની શ્રેણી ગુમાવશે.

 

 

ભારતનો ઓપનર નિષ્ફળ


વન-ડે શ્રેણીમાં શાનદાર દેખાવ કરનારા ભારતીય ઓપનરો ટી-20 શ્રેણીમાં કંગાળ રહ્યા હતા. ટી-20માં શરૂઆતની ઓવરમાં આઉટ થયા બાદ ગિલ અને ઇશાન બંને પેવેલિયન પરત ફર્યા હતા. ઈશાન કિશને 2 મેચમાં 33 રન અને શુભમન ગિલે 2 મેચમાં 10 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં હવે તેઓએ કરો યા મરોના મુકાબલામાં સારો દેખાવ કરવો પડશે.

 

તો બીજી તરફ સૂર્યકુમાર યાદવ પણ પોતાનો જાદુ બતાવી શક્યા નથી. મીડલ ઓર્ડર બેટ્સમેન સંજૂ સેમસન માટે પણ આ મેચ દબાણથી ભરેલી રહેશે. શ્રેણીમાં સેમસને અત્યાર સુધીમાં 2 મેચમાં 19 રન બનાવ્યા છે. શ્રેણીમાં કુલદીપ યાદવ બોલિંગમાં ઈજાગ્રસ્ત છે. શ્રેણીમાં બીજી ટી-20માં તેના સ્થાને રવિ બિશ્નોઈને તક મળી હતી. શ્રેણીમાં યુઝવેન્દ્ર ચહલે 2 મેચમાં 4 વિકેટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે.

 

શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝનો મિડલ ઓર્ડર મજબૂત


કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) પહેલા વેસ્ટ ઇન્ડીઝની ટીમ ટી-20ના રંગમાં જોવા મળી ચૂકી છે. ટીમે પ્રથમ બે ટી-20માં આસાનીથી જીત મેળવી હતી.

 

પ્રથમ બે જીતમાં વેસ્ટ ઇન્ડીઝના મિડલ ઓર્ડરે મોટી ભૂમિકા ભજવી છે. પૂર્વ કેપ્ટન નિકોલસ પૂરને બંને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની સાથે કેપ્ટન રોવમેન પોવેલે પણ ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. ફાસ્ટ બોલર રોમારિયો શેફર્ડે પણ શાનદાર બોલિંગ કરી છે.

 

આઇપીએલમાં કમાલ દેખાડનાર કાયલ મેયર્સ રાષ્ટ્રીય ટીમ તરફથી તેના પર્ફોમન્સનું પુનરાવર્તન કરી શક્યો નથી. વન ડે શ્રેણી બાદ તેણે શરુઆતની બે ટી-20માં પણ 1 અને 15 રન ફટકાર્યા હતા. તેમણે પોતાની રમતને મજબૂત કરવાની છે.

 

વાદળછાયું વાતાવરણ રહેશે


સવારે વાતાવરણ સાફ રહેશે. જો કે બપોર બાદ વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની સંભાવના ઓછી છે.

 

પિચ અહેવાલ


પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20 દરમિયાન સપાટી ધીમી હતી અને તે યથાવત્ રહેશે તેમ મનાય છે. પીચ સ્પિનરોને ટર્ન આપશે. ટોસ જીતનારી ટીમને પીછો કરવો ગમશે.

 

શક્ય પ્લેઈંગ XI


વેસ્ટ ઈન્ડિઝ : બ્રેન્ડન કિંગ, કાયલ માયર્સ, જોહન્સન ચાર્લ્સ (વિ.કી.), નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ (કેપ્ટન), જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હુસૈન, અલ્ઝારી જોસેફ, ઓબેદ મેકકોય.

 

ભારત: શુભમન ગિલ, ઇશાન કિશન/યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્સર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!