Dark Mode
Image
  • Sunday, 05 May 2024

પાણીનો બગાડ અટકાવવા વંદે ભારત ટ્રેનમાં હવે યાત્રિકોને 1 લિટરને બદલે 500-500 એમ.એલની 2 બોટલ આ રીતે અપાશે

પાણીનો બગાડ અટકાવવા વંદે ભારત ટ્રેનમાં હવે યાત્રિકોને 1 લિટરને બદલે 500-500 એમ.એલની 2 બોટલ આ રીતે અપાશે

અત્યાર સુધી વંદે ભારતમાં મુસાફરોને એક લિટર પાણીની બોટલ મળતી હતી. પરંતુ, રેલવેએ પાણીનો બગાડ ઘટાડવા માટે હવે આમાં ફેરફાર કર્યો છે... હવે રેલવે વિભાગ દ્વારા વંદે ભારત ટ્રેનના યાત્રિકોને એક લિટરને બદલે 500 એમએલની પાણીની બોટલ ફ્રી આપવામાં આવશે.. ત્યારબાદ જો યાત્રિકને જરૂર જણાય તો તે બીજી બોટલની માંગ કરી શકશે.. અને તેને બીજી બોટલ એકપણ રૂપિયો લીધા વગર આપવામાં આવશે.. રેલવે વિભાગે પાણીનો બગાડ અટકાવવા માટે આ નિર્ણય લીધો છે.

 

-- પાણીનો બગાડ અટકાવવાનો હેતુ :- દેશભરના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે અને ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આ દરમિયાન વંદે ભારત ટ્રેનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોમાં પીવાના પાણીના બગાડને બચાવવા માટે રેલવેએ મહત્વની પહેલ કરી છે.આ અંતર્ગત રેલ્વેએ નિર્ણય લીધો છે કે તમામ વંદે ભારત ટ્રેનોમાં દરેક મુસાફરને 500 mlની એક રેલ નીર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) બોટલ આપવામાં આવશે. આ ઉપરાંત 500 mlની વધુ એક રેલ નીર PDW બોટલ મુસાફરોને કોઈપણ વધારાની રકમ વસૂલ્યા વિના ફ્રીમાં આપવામાં આવશે.

 

-- લોકો 1 લિટર પાણી પીતા ન હતા અને પાણીનો બગાડ થતો હતો :- રેલવેએ એ વસ્તુ નોટિસ કરી કે મોટાભાગના લોકો એક લિટર પાણી પણ પી શકતા નથી. આવી સ્થિતિમાં પાણીનો બગાડ થાય છે..તેથી આ નિર્ણય લીધો

 

-- શતાબ્દિમાં શું છે સ્થિતિ ? :- શતાબ્દી ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેનના મુસાફરોને એક લિટરની જગ્યાએ અડધા લિટરની પાણીની બોટલો આપવામાં આવી રહી છે. શતાબ્દીમાં મુસાફરો અરધો લીટર પાણી પણ પૂરું કરી શકતા નથી, પરંતુ વંદે ભારતની મુસાફરીનો સમય વધુ છે. જેના કારણે હવે એક લીટર પાણી બે ભાગમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસ શરૂ થતાંની સાથે જ અડધો લિટર પાણીની બોટલ આપવામાં આવશે અને પછી જરૂર પડશે તો બીજી 500 મિલી પાણીની બોટલ આપવામાં આવશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!