Dark Mode
Image
  • Monday, 20 May 2024

ગ્લેમર અને બોલ્ડનેસ મામલે આ અભિનેત્રીઓ એકબીજાને આપે છે ટક્કર, દિશા પટની-વાણી કપૂરે જીત્યા દિલ

ગ્લેમર અને બોલ્ડનેસ મામલે આ અભિનેત્રીઓ એકબીજાને આપે છે ટક્કર, દિશા પટની-વાણી કપૂરે જીત્યા દિલ

વાણી કપૂર, દિશા પટની અને નોરા ફતેહીના બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

 

બોલિવુડની ઘણી અભિનેત્રીઓ એવી છે જે ફક્ત ગ્લેમરસ ફોટોઝ પોસ્ટ કરીને લોકોના દિલ જીતી લે છે. વાણી કપૂર, દિશા પટનીથી લઈને નોરા ફતેહી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. આ હસીનાઓના લુક અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

 

વાણી કપૂરનો જોવા મળ્યો હોટ લુક

 

‘વોર’, ‘બેફીકરે’, ‘ચંડીગઢ કરે આશિકી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી વાણી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે હાલમાં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. આ ફોટોઝ જોયા બાદ ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. તે આ ફોટોઝમાં પોતાનું કિલર કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. વાણીએ આ ફોટોઝમાં ડીપ નેક ગાઉન પહેર્યો છે

 

.

 

 

 

દિશા પટનીના લાખો લોકો દીવાના છે

 

દિશા પટની ફિટનેસ મામલે ટાઈગર શ્રોફને ટક્કર આપે છે તેવું ઘણાં લોકો મજાકમાં કહેતા હોય છે. ફિટનેસ અને બોલ્ડનેસ મામલે દિશા પટની હંમેશાં ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેના લાખો દીવાના છે. તાજેતરમાં તે અભિનેત્રી મૌની રોયના રેસ્ટોરન્ટ ‘બદમાશ’ના બીજા આઉટલેટના લોન્ચ પર પહોંચી હતી. કેઝ્યુઅલ લુકમાં તે બહુ સુંદર લાગતી હતી. આ ઈવેન્ટમાં દિશા પટનીની એન્ટ્રી થતાં જ લોકોની નજર તેના પર અટકી ગઈ હતી. તેણે એનિમલ પ્રિન્ટેડ ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેરી હતી. દિશા પટની અને મૌની રોય બંને હોટનેસ મામલે એકબીજાને ટક્કર આપે છે. બંને એકબીજાની બહુ સારી મિત્ર છે.

 

 

નોરા ફતેહીની પતલી કમરિયા પર લોકો ફિદા થયા

 

અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી તેના કિલર મૂવ્ઝ માટે જાણીતી છે. તે ડાન્સ મૂવ્ઝ અને ગ્લેમરસ અંદાજથી સૌના દિલ જીતી લે છે. તાજેતરમાં તે એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેની પતલી કમરિયા જોઈને ફેન્સ કમેન્ટ કરવા મજબૂર થયા હતા. નોરાએ બ્લેક લોઅર અને વ્હાઈટ ક્રોપ ટોપ પહેર્યો હતો જેમાં તે બહુ સ્ટાઈલિશ લાગી રહી હતી. તેણે આ આઉટિંગ લુકને શેડ્સ, બેગ અને વ્હાઈટ એન્ડ બ્લેક સ્નીકર્સ સાથે કેરી કર્યો હતો. મિનિમલ મેકઅપ સાથેના આ લુકમાં તેણે ઘણાં પોઝ આપ્યા હતા.

 

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!