Dark Mode
Image
  • Monday, 20 May 2024

ચમકતી સ્કિનનું રહસ્ય છે ક્લીન અપ : પાર્લરને બદલે ઘરે જ ચાર સ્ટેપમાં કરી લો, તહેવારોમાં ઓછા ખર્ચે મળશે ગ્લો

ચમકતી સ્કિનનું રહસ્ય છે ક્લીન અપ : પાર્લરને બદલે ઘરે જ ચાર સ્ટેપમાં કરી લો, તહેવારોમાં ઓછા ખર્ચે મળશે ગ્લો

-- આપણે ઘણીવાર ક્લીન અપ માટે પાર્લર પર નિર્ભર રહીએ છીએ,પણ તે ઘરે બહુ ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં થઈ શકે છે :

 

ખીલ, બ્રેકઆઉટ, કરચલીઓ જેવી સમસ્યાઓથી બચવા માટેયોગ્ય સ્કિન કેર રૂટિનનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ક્લીનઅપ એક એવી ટ્રીટમેન્ટ છે જે ત્વચાને ડીપ ક્લીન કરે છે અને ચહેરાની ચમક વધારે છે. આપણે ઘણીવાર પાર્લરમાં ક્લીનઅપ શબ્દ સાંભળીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ પ્રક્રિયા માટે તમારે પાર્લરો પર નિર્ભર રહેવાની જરૂર નથી.તમે ઘરે જ ક્લીન અપથી સ્વચ્છ ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો.

- સ્ટેપ1 : સ્કિનને સારી રીતે સાફ કરો :- ક્લીન અપ પ્રોસેસનુંસૌપ્રથમ સ્ટેપ ચહેરાને સારી રીતે સાફ કરવાનું છે. આ માટે જેન્ટલ ફેસ વોશનો ઉપયોગ કરો. તમારી હથેળીઓમાં ફેસવોશ લો અને તેને સર્ક્યુલર મોશનમાં ફેરવો અને 2 થી 3 મિનિટ સુધી ચહેરો સાફ કરો. તે પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.

-સ્ટેપ2 : સ્ટીમિંગ :- ક્લીન અપનું બીજું સ્ટેપ સ્ટીમિંગ છે. સ્ટીમિંગ લેવાથી બ્લેકહેડ્સ અને ડેડ સ્કિન સેલ સરળતાથી દૂર થઈ જાય છે. આ માટે એક બાઉલમાં પાણી ઉકાળો. પાણી બરાબર ઉકળે એટલે એક મોટો ટુવાલ લો. તેને તમારા માથા પર એવી રીતે મૂકો કે તે તમારા ચહેરા અને ગરમ પાણીના બાઉલને ઢાંકી દે. બાઉલને ચહેરાથી થોડા અંતરે રાખવાનું છે, તેની ખૂબ નજીક નથી રાખવાનું નહીંતર તમારો ચહેરો બળી શકે છે. 4 થી 5 મિનિટ માટે સ્ટીમ લો. સ્ટીમ લીધા પછી ચહેરા પર થોડી વાર બરફનો ટુકડા લગાવો. આનથી લૂઝ સ્કિન ટાઈટ થાય છે.

- સ્ટેપ3 : સ્ક્રબિંગ :- સ્ટીમિંગ કર્યા પછી ચહેરાને સ્ક્રબ કરવાનો છે. સ્ક્રબિંગ દ્વારા ત્વચાના મૃત કોષો સરળતાથી દૂર થઈ જાય છે. તમે પ્રાકૃતિક વસ્તુઓની મદદથી ઘરે સારો સ્ક્રબ તૈયાર કરી શકો છો. આ માટે ટામેટાની સ્લાઈસ લો. ખાંડ અને કોફી પાવડરને એકસાથે મિક્સ કરો અને ટામેટાની સ્લાઈસની મદદથી તમારા ચહેરાને હળવા હાથે સ્ક્રબ કરો. થોડા સમય માટે તેને ચહેરા પર રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

- સ્ટેપ 4 : ફેસ પેક લગાવો :- ક્લીન અપ હંમેશાં ફેસ પેક સાથે સમાપ્ત થશે. આ માટે એક ચમચી ચણાના લોટમાં ચપટી હળદર મિક્સ કરો અને દહીં અથવા ગુલાબજળની મદદથી તેની પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી રાખો અને પછી પાણીથી ધોઈ લો. ફેસ પેક કાઢી નાખ્યા પછી મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!