Dark Mode
Image
  • Monday, 20 May 2024

આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો થશે જાહેર, સાથે જ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોનું પણ એલાન

આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો થશે જાહેર, સાથે જ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોનું પણ એલાન

-- પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે :- લોકસભા અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવા જઈ રહ્યો છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે 3 વાગ્યે ચૂંટણી કાર્યક્રમને લઈને પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં તારીખોની જાહેરાત કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની સાથે સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવશે.

 

 

-- નવા ચૂંટણી કમિશનરોએ સંભાળ્યો ચાર્જ :- નવા નિયુક્ત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુએ શુક્રવારે ચાર્જ સંભાળ્યો હતો. તમને જણાવી દઈએ કે તમામ વિપક્ષી દળોએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. છેલ્લી વખત 2019 માં, સામાન્ય ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં યોજાઈ હતી અને મત ગણતરી 23 મેના રોજ થઈ હતી.

 

 

-- આચારસંહિતા લાગુ થઇ જશે :- આવતીકાલે બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાજ દેશભરમાં આચારસંહિતા લાગુ થઇ જશે. આ વખતે લોકસભા ચૂંટણી 6 થી 7 તબક્કામાં યોજવામાં આવી શકે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!