Dark Mode
Image
  • Friday, 17 May 2024

મણિપુરની ઘટનાના પડઘાં પાટણમાં પણ પડ્યા || The incident in Manipur also had its ripples in Patan. ||

મણિપુરની ઘટનાના પડઘાં પાટણમાં પણ પડ્યા || The incident in Manipur also had its ripples in Patan. ||

મણિપુરની ઘટનાના પડઘાં પાટણમાં પણ પડ્યા

 

દેશભરમાં મણિપુરમાં હિંસા ઉપરાંત બે સ્ત્રીઓ સાથે બનેલી ઘટનાને પગલે સરકાર શર્મ શાર બની છે. ત્યારે ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સોમવારે પાટણ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઇ દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી હિંસા બંધ થાય અને સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરી ફેરવનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

 

કલેકટર કચેરીમાં આદિવાસી સમાજના લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન

 

પાટણ આદિવાસી સમાજે કહ્યું કે તેઓ મણિપુરમાં મહિલાઓ સાથે થયેલી હિંસા અને ખરાબ બાબતોથી ખૂબ જ નારાજ છે અને ઘટનાને કડક શબ્દોમાં વખોડી કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, દેશના રાષ્ટ્પતિ આદિવાસી મહિલા હોવાં છતાં મણિપુરમાં 79 દિવસ પછી બે સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવાની ઘટના સામે આવી સામે આવે છે.

 

આદિવાસી સમાજના લોકોએ કર્યો ઊગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ

 

સરકાર ઊપર ભારે આક્રોશ સાથે આરોપીઓને તાત્કાલિક કડકમાં કડક દાખલારૂપ સજા કરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત હુમલાઓ અને હિંસા તાત્કાલિક ધોરણે બંધ કરી આદિવાસી સમાજ ઉપર અત્યાચાર બંધ કરવામાં આવે તેવી દિલ્હી સરકાર સમક્ષ કરી છે માંગ. કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ, લોકો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!