Dark Mode
Image
  • Monday, 20 May 2024

ચૂંટણીપંચે વિધાનસભાની ચૂંટણીઓનો કાર્યક્રમ પણ કર્યો જાહેર, જાણો ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ ક્યારે ?

ચૂંટણીપંચે  વિધાનસભાની ચૂંટણીઓનો કાર્યક્રમ પણ કર્યો જાહેર, જાણો ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ ક્યારે ?

લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે દેશની તમામ 543 બેઠકો માટે મતદાનની તારીખોની જાહેરાત કરી દીધી છે. લોકસભા ચૂંટણીની સાથે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. અરુણાચલ પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને સિક્કિમમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીની સાથે અહીં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે અને તેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચના શિડ્યૂલ મુજબ તમામ રાજ્યોના પરિણામો એકસાથે જાહેર કરવામાં આવશે.

 

 

-- ઓડિશામાં 25મી મેના રોજ મતદાન :- ઓડિશામાં વિધાનસભા ચૂંટણી 1 તબક્કામાં યોજાશે. 16 મેના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 6 મે રહેશે. 9 મે સુધી નામ પરત ખેંચી શકાશે. 25મી મેના રોજ મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.

 

 

-- આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલમાં આ તારીખે મતદાન :- આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ મતદાન થશે. સિક્કિમમાં 19 એપ્રિલે મતદાન થશે. અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે મતદાન થશે. તમામ ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.

 

 

-- મતદાનની તારીખો જાહેર થતાજ આચારસંહિતા લાગુ :- મતદાનની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. ચૂંટણીના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી આચારસંહિતા લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન, રાજકીય પક્ષો પર ઘણા નિયંત્રણો રહેશે. આ સમયગાળા દરમિયાન, સંબંધિત સરકાર પણ કોઈ નવી યોજનાની જાહેરાત કરી શકશે નહીં.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!