Dark Mode
Image
  • Sunday, 12 May 2024

ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પર હાલ રોક નહીં, દખલ દેવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇન્કાર

ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પર હાલ રોક નહીં, દખલ દેવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇન્કાર

ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. ચૂંટણી કમિશનરની નિમણૂક સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે હાલમાં તે આ નિમણૂક પર રોક લગાવી રહી નથી. આ અરજી પર ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરી રહી હતી.તમને જણાવી દઈએ કે અરજદારે કોર્ટ પાસે આ નિમણૂક પર હાલ માટે રોક લગાવવાની માંગ કરી હતી. આના માટે આપવામાં આવેલી દલીલ એવી હતી કે કોર્ટ પહેલા પણ આવા નિર્ણયો લઈ ચૂકી છે.

 

 

-- શું હતી અરજદારના વકીલની દલીલ ? :- એડવોકેટ વિકાસ સિંહે ગયા વર્ષે 2 માર્ચે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે માહિતી પણ આપી હતી. વિકાસ સિંહે કહ્યું કે આ નિર્ણયમાં, SCએ આદેશ આપ્યો હતો કે આ પદો પર નિમણૂક મુખ્ય ન્યાયાધીશ, PM અને વિપક્ષના નેતાની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવે. તેમની દલીલ હતી કે જો SCએ તેના નિર્ણયમાં કોઈ જોગવાઈ આપી હોય તો તેને આ રીતે અવગણી શકાય નહીં.

 

 

-- સુનાવણી દરમ્યાન જજે શું કહ્યું ? :- પ્રાપ્ત માહિતી અનુસાર, આ અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે આ મામલો પહેલા પણ બે વખત સામે આવ્યો છે. અમે કહ્યું હતું કે સામાન્ય રીતે અમે કાયદા પર પ્રતિબંધ લગાવતા નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે વચગાળાના આદેશો દ્વારા કાયદાઓને અટકાવતા નથી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!