Dark Mode
Image
  • Friday, 03 May 2024

ટેસ્લાના માલિક મસ્કની ભારત મુલાકાત ટળી, ભારત આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરવાના હતા મુલાકાત

ટેસ્લાના માલિક મસ્કની ભારત મુલાકાત ટળી, ભારત આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરવાના હતા મુલાકાત

એલન મસ્કે તેની ભારત મુલાકાત હાલ પૂરતી સ્થગિત રાખી છે.. મસ્ક 21-22 એપ્રિલે ભારતમાં આવે તેવી અપેક્ષા હતી. આ દરમિયાન તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના સમાચાર પણ આવ્યા હતા. મસ્કે પોતે એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, તેઓ PM મોદીને મળવા માટે ઉત્સાહિત છે, પરંતુ હાલ તેમણે આ મુલાકાત સ્થગિત કરી દીધી છે.

 


--શું અપેક્ષા હતી ?


એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમની ભારત મુલાકાત દરમિયાન મસ્ક ભારતમાં ટેસ્લાના પ્રવેશ, રોકાણ અને નવી ફેક્ટરી ખોલવાની તેમની યોજનાઓ અંગે જાહેરાત કરશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ મીટિંગ દરમિયાન મસ્ક 20-30 અબજ ડોલરના રોકાણનો રોડમેપ રજૂ કરી શકે છે.

 


--ઓબેરોય હોટલમાં તૈયારીઓ કરવામાં આવી હતી


મસ્કના રોકાણ માટે દિલ્હીની ઓબેરોય હોટલમાં તૈયારીઓ કરવામાં આવી હતી. દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં પીએમ મોદી સાથે તેમની મુલાકાતની ચર્ચા હતી. PM મોદીએ પણ કહ્યું હતું કે, મસ્ક ભારતનું સમર્થન કરે છે અને રોકાણ માટે તેમનું સ્વાગત છે. પરંતુ તેઓએ ભારતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવી પડશે.

 


--21 અને 22 એપ્રિલે ભારતની મુલાકાતનું હતું આયોજન


ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના હતા. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેmણે પોતાનો પ્રવાસ સ્થગિત કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ભારતની મુલાકાત દરમિયાન એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. આ સમય દરમિયાન તેઓ ભારતીય બજારમાં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરવાના હતા.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!