Dark Mode
Image
  • Monday, 20 May 2024

વેસ્ટ ઈન્ડિઝ અને ટીમ ઇન્ડિયા વચ્ચે ત્રીજી વનડે મેચ: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય

વેસ્ટ ઈન્ડિઝ અને ટીમ ઇન્ડિયા વચ્ચે ત્રીજી વનડે મેચ: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય

વેસ્ટ ઈન્ડિઝ અને ઇન્ડિયા વચ્ચે આજે વન ડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ રમાશે. આ મેચ વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદ એન્ડ ટોબેગો (પોર્ટ ઓફ સ્પેન)માં સાંજે 7 વાગ્યાથી રમાશે.

 

વન ડે શ્રેણીની ત્રીજી મેચ

 

ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે વન ડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ રમાશે. ટીમ ઇન્ડિયામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ આ મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ફરી ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

 

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયા બે બદલાવ લઇને આવી છે. જયદેવ ઉનડકટ ઉમરાન મલિકના સ્થાને અને ઉનડકટના સ્થાને અક્ષર પટેલની પસંદગી કરવામાં આવી છે.

 

બંને ટીમની પ્લેઇંગ XI

 

ભારત : હાર્દિક પંડયા, શુબમન ગિલ, ઇશાન કિશન (વિ.કી.), સંજુ સેમસન, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર

વેસ્ટ ઈન્ડિઝ : બ્રેન્ડન કિંગ, કાઈલ મેયર્સ, એલિક એથાનાઝ, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકિપર), શિમરોન હેટમાયર, કેસી કાર્ટી, રોમારિયો શેફર્ડ, યાનિક કારિયા, ગુડાકેશ મોતી, જેડેન સીલેસ, અલ્ઝારી જોસેફ.

 

ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝની વન-ડે શ્રેણી 1-1થી બરોબરી પર


શ્રેણી 1-1થી બરોબરી પર છે. પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો હતો, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે જીત મેળવી હતી.

ભારતીય ટીમ પર 17 વર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણી ગુમાવવાનો ખતરો છે. એટલું જ નહીં, જો ટીમ ઈન્ડિયા હારે છે તો સતત 13 સિરીઝ જીત્યા બાદ એક સિરીઝ પણ ગુમાવવી પડે તેમ છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!