Dark Mode
Image
  • Monday, 20 May 2024

‘તારક મહેતા..’માં આખરે દયાબેન પાછા ફર્યા, પણ દર્શકોએ આ કારણે શો બોયકોટ કરવાની માંગ કરી

‘તારક મહેતા..’માં આખરે દયાબેન પાછા ફર્યા, પણ દર્શકોએ આ કારણે શો બોયકોટ કરવાની માંગ કરી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની વાપસીને લઈને એક એપિસોડ બતાવવામાં આવશે.

 

સબ ટીવીનો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. શોમાં ઘણાં કલાકારોની એક્ઝિટ અને ટીઆરપીમાં ઉતારચડાવ આવ્યા બાદ પણ આ શોની લોકપ્રિયતા ઓછી નથી થઈ.

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દયાબેનનું પાત્ર ભજવીને ઘરઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી દિશા વાકાણીએ શો છોડ્યા બાદ દર્શકોને તેની ગેરહાજરી હજુ પણ ખૂંચે છે. છેલ્લા કેટલાય વર્ષોથી દયાબેનનું પાત્ર શોમાં જોવા નથી મળ્યું. જોકે, દયાબેનનો ઉલ્લેખ અને તેમના પરત આવવાનો ટ્રેક ફરી દેખાડવામાં આવ્યો છે.

 

 

દયાબેનના સ્વાગત માટે તૈયાર ગડા પરિવાર

 

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની વાપસીને લઈને એક એપિસોડ બતાવવામાં આવશે. શોના આગામી એપિસોડમાં દેખાડવામાં આવશે કે દયાબેનની ગાડી ગોકુલધામમાં પહોંચી આવી છે. જેઠાલાલ (દિલીપ જોશી) દયાના આવવાની ખુશીમાં સોસાયટીના કમ્પાઉન્ડમાં તેની કલાકો સુધી રાહ જુએ છે. તો ટપ્પુએ પણ ખુશીમાં ફટાકડા પણ ફોડ્યા છે.

 

જેઠાલાલના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું

 

દયાબેનના પાછા આવવાની ખુશીમાં ગડા પરિવાર ઉપરાંત ગોકુલધામ સોસાયટીમાં પણ ઉત્સાહ જોવા મળશે. આખી સોસાયટીને દુલ્હનની જેમ સજાવવામાં આવશે. જોકે, એ પછી જેઠાલાલ સાથે દર્શકોના ચહેરા પરથી પણ રંગ ઉડી જશે. શોમાં બતાવવામાં આવશે કે જેઠાલાલ જેવો કારનો દરવાજો ખોલે છે, તેઓ ચોંકી જાય છે. તેઓ કારમાંથી દયાબેનના ઉતરવાની રાહ જુએ છે, પણ ન તો દયાબેન બહાર આવે હે કે ન તો સુંદર. આ જોઈને ગોકુલધામ રહેવાસીઓ પણ ઉદાસ થઈ જાય છે.

 

દર્શકોએ શો બોયકોટ કરવાની માંગ કરી

 

 

ઉલ્લેખનીય છે કે, શોમાં દયાબેનની એન્ટ્રીના ટ્રેકને આટલા મહત્વપૂર્ણ રીતે બતાવવામાં આવે એટલે દર્શકોને ઘણી આશા હોય. જોકે, ફરી એકવાર તેમની એન્ટ્રીને ફક્ત શોમાં માહોલ બનાવવા માટે અને દર્શકોમાં રોમાંચ જગાવવા માટે બતાવવામાં આવી હોવાથી લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર શોને બોયકોટ કરવાની માંગ થઈ છે.

 

‘મેકર્સ દર વખતે દર્શકોને છેતરે છે’

 

એક યુઝરે એક્સ પર લખ્યું હતું કે, ‘આ શોને મેકર્સે બગડી નાખ્યો છે. તેઓ દર વખતે પોપટલાલના લગ્ન કે દયાબેનની વાપસીને લઈને દર્શકોને છેતરે છે. તેમણે ફક્ત પૈસા અને ટીઆરપી જોઈએ છે. હવે તેમને બતાવવું પડશે કે વ્યૂઅર્સના સપોર્ટ વગર તે કંઈ નથી.’

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!