Dark Mode
Image
  • Monday, 20 May 2024

લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની માંગ કરતી મહુઆ મોઇત્રાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની માંગ કરતી મહુઆ મોઇત્રાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી તેમને કોઈ રાહત મળી નથી. દેશની સર્વોચ્ચ અદાલતે મહુઆની તેમને સસ્પેન્ડ કરવાના આદેશ પર રોક મુકવાની અને ફેબ્રુઆરીમાં સુનાવણી કરવાની એમ બન્ને માંગણીઓ ફગાવી દીધી છે. આ મામલે વધુ સુનાવણી 11 માર્ચે થશે.

 

 

-- કેશ ફોર ક્વેરી મામલામાં રદ થયું છે સભ્યપદ :- જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે આ તબક્કે સુપ્રીમ કોર્ટ મહુઆ મોઇત્રાની અરજી પર કોઈપણ આદેશ પસાર કરવાનો ઇનકાર કરે છે, જેમાં તેમણે લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવા માટે પરવાનગી માંગી છે. ટીએમસી નેતાએ ડિસેમ્બરમાં સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. લોકસભાની એથિક્સ કમિટીએ કેશ ફોર ક્વેરી એટલે કે પૈસા માટે પ્રશ્નો પૂછવાના કેસમાં પગલાં લેતા મહુઆનું સભ્યપદ રદ કરી દીધું હતું.

 

 

-- કોર્ટે લોકસભા સચિવાલય પાસેથી જવાબ માંગ્યો :- બીજી તરફ, સુપ્રીમ કોર્ટે મહુઆની અરજી પર લોકસભા સચિવાલય પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું છે કે માર્ચના બીજા સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ ટીએમસીના નેતાની એ માંગને ફગાવી દેવામાં આવી છે, જેમાં તેમને હાલ માટે લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે તેવીઅપીલ કરી છે. . મહુઆએ તેમનું સભ્યપદ ગુમાવ્યા પછી, શિયાળુ સત્ર દરમિયાન લગભગ 150 વિપક્ષી સાંસદોને પણ હાંકી કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.

 

 

જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે લોકસભા સચિવાલયને નોટિસ જારી કરતી વખતે કહ્યું હતું કે એક મુદ્દો લોકસભાની કાર્યવાહીની સમીક્ષા કરવાનો કોર્ટનો અધિકારક્ષેત્ર છે. લોકસભા સચિવાલયે ત્રણ અઠવાડિયામાં જવાબ આપવાનો રહેશે અને તે પછી, જો અરજદાર ઈચ્છે તો તેની પાસે પણ જવાબ દાખલ કરવાનો વિકલ્પ રહેશે. આ મામલે આગામી સુનાવણી 11 માર્ચ 2024ના રોજ થવાની છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!