Dark Mode
Image
  • Monday, 20 May 2024

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થિઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થિઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન

 

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થિઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું..જેમાં યુવા શક્તિ ગ્રૂપનો આક્ષેપ છે કે  આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક ગુંબજ સહીતના સ્થળને રીનોવેશનના નામે બંધ કરી દેવામાં આવ્યો પરંતુ તેનું રીપેરીંગ કામ કાજ બંધ છે..જેને લઇ વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે.

 

અધૂરી કામગીરીને પગલે ત્યાથી પસાર થતા વિદ્યાર્થીઓને ઝેરી જીવજંતુઓનો ભય પણ સતાવી રહ્યો છે..છેલા ચાર વર્ષથી કામગીરી ગોકળગાયની ગતીએ ચાલતી હોવાના પગલે વિદ્યાર્થિઓમાં ભારે નારાજગી હતી .

 

આ અંગે યુવા શક્તિ ગ્રૂપ દ્વારા અનેક વખત મેનેજમેન્ટને રજુવાત કરવામાં આવી હતી..છતાં કોઈ પગલા ન ભરતા અંતે આર્ટસ ફેકલ્ટીના ગુંબજ વિસ્તારમાં સાફ સફાઇ કરી સેન્ટરિંગનો સમાન આર્ટસ ફેકલ્ટી ડીનની કચેરી ખાતે ફેંકી વિરોધ પ્રદશન કર્યું હતું.

 

  • વડોદરામાં વિદ્યાર્થિઓએ કર્યું અનોખું વિરોધ પ્રદર્શન
  • આર્ટસ ફેકલ્ટીના ગુંબજ સહિતના સ્થળો રીનોવેશનના નામે બંધ
  • અધૂરી કામગીરીને પગલે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી

 

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!