Dark Mode
Image
  • Monday, 20 May 2024

દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા પર જીવલેણ હુમલો,પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ગળા પર મારવામાં આવી છરી

દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા પર જીવલેણ હુમલો,પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ગળા પર મારવામાં આવી છરી

દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે-મ્યુંગ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. બુસાન શહેરમાં એક અજાણ્યા વ્યક્તિએ 20-30 સેમી લાંબા હથિયાર વડે તેમના પર હુમલો કર્યો. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે લી પર હુમલો થયો ત્યારે તે પત્રકારોને સંબોધી રહ્યા હતા. દરમિયાન ડાબી બાજુથી એક વ્યક્તિ આવ્યો અને તેમના ગળા પર છરી વડે હુમલો કર્યો.

 

 

-- હુમલાખોરને સ્થળ પર જ ઝડપી લેવાયો :- સાઉથ કોરિયા જણાવ્યા અનુસાર હુમલાખોરની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. લી સૌથી મોટા વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના વડા છે.. તેઓ બુસાનના ગાદેઓક આઇલેન્ડ પર બની રહેલા નવા એરપોર્ટની મુલાકાતે ગયા હતા.

 

 

-- હુમલાખોર ઓટોગ્રાફ લેવાના બહાને લીની નજીક આવ્યો હતો :- અહેવાલો અનુસાર, આ ઘટના દક્ષિણ કોરિયાના સમય મુજબ સવારે 10.27 વાગ્યે બની હતી અને તે કેમેરામાં પણ કેદ થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર ઓટોગ્રાફ લેવા માટે લીની પાસે પહોંચ્યો અને તેમની ગરદન પર હથિયાર માર્યુ. જે હથિયારથી તેણે હુમલો કર્યો તે લગભગ 20 થી 30 સેન્ટિમીટર લાંબુ હતું. આ ઘટનાની વાયરલ તસવીરોમાં લી જમીન પર પડેલા જોઈ શકાય છે. આ દરમિયાન તેમના સમર્થકોએ રક્તસ્રાવ રોકવા માટે તેમના ગળામાં રૂમાલ બાંધી રાખ્યો હતો. ઘટનાની 20 મિનિટની અંદર, લીને પુસાન નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહેવાલ છે કે લી હોશમાં છે, પરંતુ તેમની ગરદનમાંથી સતત લોહી વહી રહ્યું હતું.

 

 

-- રાષ્ટ્રપતિએ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી :- દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ વિપક્ષના અગ્રણી નેતાના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે આવી હિંસા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!