Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બની શોર્ટ ટર્મ લોન સાઈબર ક્રાઈમની ઘટના

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બની શોર્ટ ટર્મ લોન સાઈબર ક્રાઈમની ઘટના

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બની સાઈબર ક્રાઈમની ઘટના

 

અમદાવાદ, ગુજરાત

             સમગ્ર ભારતમાં સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમની ટિમ દ્વારા શોર્ટ ટર્મ લોન આપી અને લોન ન ભરી શકે તો વોટ્સએપ કોલ ના માધ્યમ થી કોલ કરી અને ગંદી ગંદી ગાળો ભાંડી અને ધાકધમકી આપી ને રૂપિયા ખંખેરી લેતા 2 વ્યતિઓ ને ઝડપી લીધા છે. સાઇબર પોલીસ દ્વારા ટેકનીકલ એનાલિસિસ ને આધારે કોલ કરનાર ને ઝડપી લીધા.

 

સમગ્ર કેસની જો વાત કરીએ તો અમદાવાદના આંબાવાડી વિસ્તાર ખાતે રહેતા એક ફરિયાદીને રૂપિયાની જરૂર હોવાથી શોર્ટ ટર્મ લોન લીધી હતી. અને લોન પરત ન આપી શકતા તેને જુદા જુદા નંબર પરથી ફોન કરી ગાળો આપવામાં આવતી હતી. અને ફરિયાદિના બીભત્સ ફોટો બનાવીને વોટ્સએપ દ્વારા વાયરલ કરી દેવાની ધાક ધમકીઓ આપી ને રૂપિયા ભરી દેવા માટે દબાણ કરવામાં આવતું હતું.

 

સબુતોના આધારે સાઇબર પોલીસ દ્વારા ટેકનીકલ એનાલિસિસ ને આધારે કોલ કરનાર ને સર્વિસ તથા ડેટા નું સર્વર પૂરું પાડનાર પુણે તથા નોઈડા ખાતે હોવાની હકીકત સામે આવી હતી જેના આધારે સાઇબર પોલીસ દ્વારા પુણે તથા નોઈડા ખાતે રેડ કરી અને 2 આરોપીઓ ને દબોચી લીધા હતા. 

 

  • સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં વધારો

  • શોર્ટ ટર્મની લોન લીધા બાદ બની ઘટના

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારની ઘટના

  • સાઇબર પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!