Dark Mode
Image
  • Monday, 20 May 2024

ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલ ધરાશાયી થતાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા

ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલ ધરાશાયી થતાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક નિર્માણાધીન ટનલ ધરાશાયી થઈ હતી. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક નિર્માણાધીન સુરંગ શનિવારે રાત્રે ધરાશાયી થઇ ગઇ હતી. ટનલની અંદર ઘણા કામદારો ફસાયા હોવાની આશંકા છે. 

 

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં શનિવારે રાત્રે નિર્માણાધીન માળખું ધરાશાયી થયા બાદ ડઝનબંધ કામદારો એક ટનલની અંદર ફસાયા હોવાની આશંકા છે. બ્રહ્મખલ-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્કયારાથી દાંડલગાંવને જોડતી ટનલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

 

 

ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્કયારામાં એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. લગભગ 150 મીટર જેટલો ભાગ તૂટી ગયો હતો. આ અકસ્માતમાં 20થી વધુ કામદારો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જાણકારી મુજબ આ અકસ્માત મોડી રાત્રે થયો છે. આ ટનલ ઉત્તરકાશીના યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી હતી. તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

 

 

ઓલ વેધર રોડ યોજના હેઠળ બાંધકામ કરવામાં આવી રહ્યું હતું.

 

પોલીસ કર્મચારીઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ફાયર બ્રિગેડ, ઇમરજન્સી 108 અને ટનલનું નિર્માણ કરી રહેલી સંસ્થા નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆઇડીસીએલ) પણ ટનલને ખોલવા માટે સ્થળ પર જ કામ કરી રહી છે. ઓલ વેધર ચાર ધામ રોડ પ્રોજેક્ટ અંતર્ગત આ ટનલના નિર્માણથી ઉત્તરકાશીથી યમુનોત્રી ધામ સુધીની સફરમાં 26 કિમીનો ઘટાડો થશે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!