Dark Mode
Image
  • Friday, 03 May 2024

ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 7 ટકાથી વધુ રહેવાની RBI ગવર્નર શક્તિદાસ કામંતને આશા

ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 7 ટકાથી વધુ રહેવાની RBI ગવર્નર શક્તિદાસ કામંતને આશા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ કરશે. આ ઉપરાંત મોંઘવારી પણ ઘટશે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓને શ્રેય આપતાં તેમણે કહ્યું કે આનાથી ભારતીય અર્થતંત્રને લાંબા ગાળે વિકાસ કરવાની તક મળી છે. તેમણે એમ પણ કહ્યું કે સમગ્ર વિશ્વમાં આર્થિક પડકારોનું વાતાવરણ છે. પરંતુ, ભારતે પ્રગતિ અને સ્થિરતાનો માર્ગ અપનાવ્યો છે.

 

 

-- મોંઘવારી ઘટવાના સંકેત દેખાઈ રહ્યા છે :- દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન CII દ્વારા આયોજિત 'હાઈ ગ્રોથ, લો રિસ્કઃ ધ ઈન્ડિયા સ્ટોરી' સત્રને સંબોધતા તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાંથી મોંઘવારી ઘટવાના સંકેતો મળી રહ્યા છે. પરંતુ, એવા સંકેતો છે કે આર્થિક વિકાસની ગતિ પણ ધીમી રહેશે. RBI ગવર્નરે કહ્યું કે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. દેશમાં વિદેશી રોકાણની સ્થિતિ પણ ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ, વિશ્વની સ્થિતિ અને પર્યાવરણીય સમસ્યાઓ ચિંતાઓ વધારી રહી છે. શક્તિકાંત દાસે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીનો વિકાસ દર 7.2 ટકા રહેવાનો અંદાજ છે.

 

 

-- મોંઘવારીનો દર 4 ટકા સુધી લાવવાનો પ્રયાસ :- આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે અગાઉ કહ્યું હતું કે હાલમાં મોંઘવારીનો આંકડો 2 થી 6 ટકાની રેન્જમાં છે. જો કે, અમે તેને 4 ટકા સુધી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ફુગાવાના આંકડામાં થોડો વધારો ચોક્કસપણે નોંધવામાં આવ્યો છે. પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધુ ઉછાળો નોંધાયો નથી. આ સાથે તેમણે ક્રિપ્ટોકરન્સીને ભારત જેવા દેશો માટે મોટું જોખમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત જેવા ઉભરતા દેશો માટે આ એક મોટી સમસ્યા છે. તેમણે કહ્યું હતું કે ક્રિપ્ટો કરન્સી અંગે દુનિયા ગમે તેવો નિર્ણય લે, ભારતનું આર્થિક માળખું અત્યારે ક્રિપ્ટો કરન્સીનું જોખમ લેવા તૈયાર નથી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!