Dark Mode
Image
  • Monday, 20 May 2024

રાહુલ ગાંધી લદ્દાખની પ્રથમ મુલાકાત પર રોમાંચક બાઇક રાઇડ પર નીકળ્યા || Rahul Gandhi embarks on a thrilling bike ride on his maiden visit to Ladakh

રાહુલ ગાંધી લદ્દાખની પ્રથમ મુલાકાત પર રોમાંચક  બાઇક રાઇડ પર નીકળ્યા || Rahul Gandhi embarks on a thrilling bike ride on his maiden visit to Ladakh

લદ્દાખની પ્રથમ મુલાકાત પર, રાહુલ ગાંધી બાઇક પર બેસીને પેંગોંગ તળાવ પહોંચ્યા

 

રાહુલ ગાંધીએ શનિવારે બાઇક ચલાવીને લદ્દાખના પેંગોંગ તળાવ સુધી પહોંચ્યા હતા. પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રાહુલ ગાંધીએ તેને વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક કેપ્શન આપ્યું હતું.

 

 

લદ્દાખની યાત્રા પર ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે પૈંગોંગ તળાવ સુધી બાઈક પર સવાર થઈને જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીની બાઇક ચલાવતી તસવીરો કોંગ્રેસે તેના ઓફિશિયલ એક્સ (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર શેર કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

 

 

આ તસવીરો શેર કરતા રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, પેંગોંગ તળાવ તરફ જતા સમયે, જે મારા પિતા કહેતા હતા, તે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.

 

આ અંગેની વિગત મુજબ પેંગોંગ લેક ખાતે રાહુલ ગાંધી પિતા રાજીવ ગાંધીની જન્મ જયંતિ - 20 ઓગસ્ટે પૂજા અર્ચના કરશે.શુક્રવારે રાહુલ ગાંધીએ લદ્દાખમાં યુથ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ તેમણે જિલ્લામાં ફૂટબોલ મેચ પણ રમી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!