Dark Mode
Image
  • Monday, 20 May 2024

ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળાની ધામધૂમથી તૈયારીઓ શરૂ

ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળાની ધામધૂમથી તૈયારીઓ શરૂ

ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મહામેળાની ધામધૂમથી તૈયારીઓ શરૂ 

 

બનાસકાંઠા, ગુજરાત

            ગુજરાતમાં આવેલા અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધા યોજાશે જેમાં સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને વહીવટી તંત્ર તરફથી એવોર્ડ આપવામાં આવશે. ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે.

 

 

આ મહામેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ થયી ગયી છે. આ વર્ષે મેળામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષની જેમ અલગ અલગ સેવા કેમ્પો સેવા માટે આવે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં એક નવિન પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્વચ્છતા માટે તમામ સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બધાનું આયોજન માટે અંબાજીના તમામ વિસ્તારને પાંચ ઝોનમાં વહેચવામાં આવ્યા છે અને આ પાંચ ઝોનના સુપરવીઝન માટે પાંચ ટીમો પણ બનાવવામાં આવી છે.

 

 

અંબાજી મંદિરમાં સ્વચ્છતા માટે લગભગ ૧૧ જેટલાં માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેના આધારે દરેક સેવા કેમ્પનું એસેસમેન્ટ અને રેન્કિંગ કરવામાં આવશે અને એમાં જે સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી એવોર્ડ આપવામાં આવશે. આ વર્ષે અંબાજીમાં યોજનાર અંબાજી મેળો પ્લાસ્ટીકમુક્ત થાય એના માટે અપીલ કરતા કલેક્ટરએ કહ્યું કે, સેવાકેમ્પો અને યાત્રાળુઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવામાં આવે અથવા તો ઓછામાં ઓછો કરવામાં આવે અને જો પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો જરૂરી લાગતો હોય તેવા સંજોગોમાં બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટીક કે જીપીસીબીની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરીએ.

 

 

અંબાજી મંદિર ભાદરવી પુનમની તડામાર તૈયારીઓ શરુ

પ્લાસ્ટિક મુક્ત થાય તેના માટે કલેકટર દ્વારા કરાઈ અપીલ

મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પો વચ્ચે યોજાશે સ્પર્ધા

સ્વચ્છ સેવા કેમ્પને આપવામાં આવશે એવોર્ડ

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!