Dark Mode
Image
  • Friday, 17 May 2024

કેશોદના શરદચોક વિસ્તારમાં નગરપાલિકા હસ્તકની બિલ્ડીંગમાં પડ્યા પોપડા

કેશોદના શરદચોક વિસ્તારમાં નગરપાલિકા હસ્તકની બિલ્ડીંગમાં પડ્યા પોપડા

કેશોદના શરદચોક વિસ્તારમાં નગરપાલિકા હસ્તકની બિલ્ડીંગમાં પડ્યા પોપડા

 

કેશોદ શહેરમાં નગરપાલિકા સંચાલિત ચારેક બહુમાળી બિલ્ડીંગો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક નગરપાલિકા સત્તાધિશો સમક્ષ વારંવાર રજૂઆત કરવા છત્તા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે પાણી ટપકવાની સાથે સાથે પોપડા પડવા લાગ્યાં છે.

 

શહેરમાં નગરપાલિકા હસ્તકની બિલ્ડીંગમાં પોપડા પડ્યા

 

કેશોદ શહેરનાં શરદચોક વિસ્તારમાં આવેલ બિલ્ડીંગમાં પીઓપીની છત તોડી પોપડા પડ્યા હતા. ત્યારે સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થઈ નહોતી. કેશોદ નગરપાલિકાનાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ ને ચોમાસાં પહેલાં જ દુકાનદારોએ લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ સત્તાધિશોનાં પેટનું પાણી હાલતું નથી.

 

બિલ્ડીંગમાં પોપડા પડ્યા પરંતુ સદનસીબે જાનહાનિ ટળી

 

કેશોદના માંગરોળ રોડ શરદચોક વિસ્તારમાં સરઘસ શોભાયાત્રા વરઘોડો ડીજે નાં સથવારે પસાર થાય ત્યારે કાંકરીઓ ખરવા લાગે છે. ત્યારે દુકાનદારોને બહાર નીકળી જવું પડે છે. કેશોદ નગરપાલિકા દ્વારા દુકાનદારો પાસેથી વેરો અને ભાડું વસુલવામાં પાછી પાની કરવામાં આવતી નથી ત્યારે જર્જરિત હાલતમાં રહેલ બિલ્ડીંગની મરામત કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે તેમ સ્થાનિકોનું કહેવું છે.

 

સત્તાધિશો સમક્ષ વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી શૂન્ય

 

કોરોના રોગચાળા દરમિયાન, રાજ્ય સરકારે ઓફિસને એવી વસ્તુઓ પર નાણાં ખર્ચવાનું બંધ કરવા કહ્યું કે જેની તેમને ખરેખર જરૂર નથી. છતાં અધિકારીઓએ ઓફિસો રીનોવેશન કરી હતી ત્યારે દુકાનદારોને જીવનાં જોખમે ધંધા રોજગાર કરી રહ્યાં છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ નિર્દોષ જીવ ગુમાવે પછી કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!