Dark Mode
Image
  • Monday, 20 May 2024

PM મોદીએ પોતાના ભાષણમાં અનોખા અંદાજમાં કર્યોસલમાન ખાનનો ઉલ્લેખ, વાયરલ થયો વિડીયો

PM મોદીએ પોતાના ભાષણમાં અનોખા અંદાજમાં કર્યોસલમાન ખાનનો ઉલ્લેખ, વાયરલ થયો વિડીયો

-- ઐતિહાસિક ગ્વાલિયર કિલ્લા પર બનેલી સિંધિયા સ્કૂલના વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી :

 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરની પ્રખ્યાત સિંધિયા સ્કૂલના 125મા સ્થાપના દિવસ પર એક વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી પોતાના ભાષણ દરમિયાન હિન્દી સિનેમાના સુપરસ્ટાર સલમાન ખાનનો અનોખા અંદાજમાં ઉલ્લેખ કરતા જોવા મળે છે. પીએમ નરેન્દ્ર મોદીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

 

-- પીએમ મોદીએ સલમાન ખાનનો ઉલ્લેખ કર્યો :

 

ઐતિહાસિક ગ્વાલિયર કિલ્લા પર બનેલી સિંધિયા સ્કૂલના આ ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગેતેમણે પોતાના ભાષણમાં આ શાળાના કેટલાક પ્રખ્યાત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિશે ચર્ચા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સલમાન ખાનના ફેન પેજ પરથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી સલમાન ખાન વિશે વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં વડાપ્રધાન કહે છે કે, “શું તમે લોકો જાણો છો કે મારો ભરોસો સિંધિયા સ્કૂલ પર આટલો કેમ છે? હું તમારી શાળાના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સારી રીતે ઓળખું છું. તેમાંથી એક કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ છે, જે આપણી સાથે સ્થળ પર હાજર છે.”

 

-- સલમાન ખાનનું નામ આવતાં જ વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી :

 

પીએમ આગળ કહે છે કે, લેફ્ટનન્ટ જનરલ મોતીધર, અમીન સયાની જેમનો અવાજ રેડિયો પર આપણું દિલ જીતી લે છે. અહીં પરફોર્મ કરી રહેલા મીત બ્રધર્સ અને હુડ હુડ દબંગ સલમાન ખાન. આટલું જ નહીં મારા પરમ મિત્ર નિતેશ મુકેશ જી પણ છે. પીએમ નરેન્દ્ર મોદીએ સલમાન ખાનના નામનો ઉલ્લેખ કરતાની સાથે જ સ્થળ પર હાજર વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ જોરથી તાળીઓ પાડી હતી. પીએમ મોદીએ દબંગનું નામ લેતાં જ વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા.

 

-- ટાઈગર 3'માં જોવા મળશે સલમાન :

 

સલમાન ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ '’ટાઈગર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર અને પહેલું ગીત ‘લેકે પ્રભુ કા નામ' રિલીઝ થયું હતું, જેને જોયા બાદ સલમાનની સ્પાય થ્રિલર ‘ટાઈગર 3' માટે ચાહકોની ઉત્તેજના વધુ વધી ગઈ છે. સલમાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશમી અભિનીત આ ફિલ્મ 12 નવેમ્બરે દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!