Dark Mode
Image
  • Friday, 17 May 2024

પનીર બટર મસાલા છે પરફેકટ ડિનર રેસિપી, જાણો તેને રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવાની રીત

પનીર બટર મસાલા છે પરફેકટ ડિનર રેસિપી, જાણો તેને રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવાની રીત

જો તમે ડિનરમાં સ્વાદિષ્ટ પનીર બટર મસાલા બનાવવા માગતા હો તો આ રેસિપી જરૂર ટ્રાય કરો.

 

શિયાળો આવતાં જ ચટપટું ખાવાના શોખીનોને મોજ પડી જાય છે. આ સીઝનમાં ઘણાં લોકો તીખી અને મસાલેદાર વાનગીનો આનંદ ઉઠાવે છે. જો તમને સ્વાદિષ્ટ પનીરની ડિશ પસંદ હોય તો તમે ડિનરમાં પનીર બટર મસાલા બનાવી શકો છો. ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા બનાવવાની રેસિપી અમે તમને જણાવી રહ્યાં હીએ. પનીર બટર મસાલા સ્વાદિષ્ટ તો છે જ, સાથે તેમાં તમામ પોષક તત્વો હોય છે, જેથી તે એક પરફેકટ ડિનર રેસિપી માનવામાં આવે છે.

 

પનીર બટર મસાલા માટેની સામગ્રી

 

  • 250 ગ્રામ સારી ગુણવત્તાવાળું પનીર
  • 1 કપ ટામેટાની પ્યુરી
  • 2 ચમચી કાજુની પેસ્ટ
  • અડધી ચમચી લસણની પેસ્ટ
  • 3 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ
  • 2 ટેબલસ્પૂન બટર
  • 1/2 ચમચી આદુની પેસ્ટ
  • 1/2 ચમચી મધ
  • 1 ચમચી કસૂરી મેથી પાવડર
  • 1 ચમચી ચાટ મસાલા પાવડર
  • 1/2 ચમચી લાલ મિર્ચ પાવડર
  • 1 ચમચી ઘી
  • મીઠું જરૂર મુજબ

 

પનીર બટર મસાલા બનાવવાની રીત

 

પનીર બટર મસાલા બનાવવા માટે સૌપ્રથમ એક તવાને ગેસ પર મૂકીને ગરમ કરો. આ પછી તેમાં ઘી ગરમ કરો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને આ સામગ્રીને અડધી મિનિટ માટે ફ્રાય કરો. પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને પછી કાજુની પેસ્ટ, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો. આ તમામ વસ્તુઓને મિક્સ કરીને 2 મિનિટ સુધી પકાવો.c

 

હવે આ ગ્રેવીમાં મધ, કસુરી મેથી પાવડર, માખણ ઉમેરીને બરાબર મિક્સ કરો. 2-3 મિનિટ પકવ્યા બાદ તેમાં પનીરને ક્યુબ્સમાં કાપીને ઉમેરો. આ બધી વસ્તુઓને ચમચા વડે હળવા હાથે હલાવો અને ગ્રેવીને પનીરના ટુકડા પર સારી રીતે કોટ કરો. પછી તેને થોડીવાર રાંધવા દો.

 

 

છેલ્લે આ ડિશમાં ફ્રેશ ક્રીમ અને ચાટ મસાલો ઉમેરો. પછી તેને લગભગ 2-3 મિનિટ સુધી પકાવો. આ રીતે પનીર બટર મસાલા તૈયાર થઈ જશે. થોડી ક્રીમ તમે રેસિપી બન્યા બાદ ગાર્નિશ માટે ઉપયોગમાં લઈ શકો છો. પનીર બટર મસાલાને પરાઠા, રોટલી કે ભાત સાથે ગરમાગરમ સર્વ કરો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!