Dark Mode
Image
  • Friday, 17 May 2024

પાકિસ્તાનના આતંકવાદી લૉન્ચ પેડ્સનો સેકન્ડોમાં થશે નાશ, જાણો 'પ્રલય' મિસાઈલ રેજીમેન્ટ વિશે | know about 'Pralay' missile regiment

પાકિસ્તાનના આતંકવાદી લૉન્ચ પેડ્સનો સેકન્ડોમાં થશે નાશ, જાણો 'પ્રલય' મિસાઈલ રેજીમેન્ટ વિશે |  know about 'Pralay' missile regiment

પાકિસ્તાનના આતંકવાદી લૉન્ચ પેડ્સનો સેકન્ડોમાં થશે નાશ, જાણો રોકેટ ફોર્સ 'પ્રલય' મિસાઈલ રેજીમેન્ટ વિશે ખાસ માહિતી

 

ભારતના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેના માટે પ્રથમ પ્રલય ટેક્ટિકલ બેલાસ્ટિક મિસાઈલ રેજિમેન્ટની રચના કરવાની મંજૂરી આપી. આનાથી પાકિસ્તાનમાં હાજર આતંકવાદી લૉન્ચ પેડ્સ માત્ર સેકન્ડોમાં નાશ પામશે. ભારતીય સેના આ મિસાઈલથી પોતાની રોકેટ ફોર્સને મજબૂત કરવા જઈ રહી છે.

 

ડિસેમ્બર 2022માં જ સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે પ્રલય મિસાઈલના એક યુનિટને મંજૂરી આપી હતી. પ્રલય મિસાઈલ એક શોર્ટ રેન્જની સર્ફેસ-ટુ-એર અને એર-ટુ-સર્ફેસ પર પ્રહાર કરતી મિસાઈલ છે. તેની રેન્જ 150થી 500 કિલોમીટરની છે. આ મિસાઈલનો પ્લાન પૂર્વ ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનો હતો.

 

 

પ્રલય મિસાઈલની ગતિ 1200 કિલોમીટર પ્રતિ કલાકની હશે. જે 2000 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. એટલે કે હવામાંથી લક્ષ્ય પર પડતી વખતે ગુરુત્વાકર્ષણ કામ કરતું હોવાથી તેની ઝડપ વધી જાય છે. ચીન પાસે આ પ્રકારની ડોંગફેંગ-12 મિસાઈલ છે. જ્યારે પાકિસ્તાન પાસે ગઝનવી, M-11 મિસાઈલ છે.

 

શોર્ટ રેન્જનો ફાયદો એ છે કે તે સરહદની નજીકના દુશ્મનોના ઠેકાણાઓને ગણતરીની સેકન્ડોમાં નષ્ટ કરી શકે છે. આ મિસાઈલનું ડિસેમ્બર 2021માં 2 વાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચીન અને પાક.ની સરહદ પર આ મિસાઈલ તૈનાત થવાથી બંને દેશ પોતાની મર્યાદામાં રહેશે.

 

 

પ્રલય મિસાઈલ એક્યુરેસી અને સ્પીડ તેને સૌથી ઘાતક મિસાઈલ બનાવે છે. 5 ટન વજન ધરાવતી આ મિસાઈલ 500થી 1000 કિલો વજનના પરંપરાગત હથિયારને પોતાની સાથે લઈ જઈ શકે છે. આ મિસાઈલ બનાવવામાં પ્રહર, પૃથ્વી-2 અને પૃથ્વી-3 મિસાઈલનો ઉપયોગ થયો છે.

 

પ્રલય મિસાઈલ રાતે પણ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે કોઈ પણ ટાર્ગેટ પર રાત્રે હુમલો કરી શકાય છે. એટલે કે મિસાઈલ ઈન્ફ્રારેડ અથવા થર્મલ સ્કેનરથી સજ્જ છે જે રાત્રે હુમલો કરવામાં મદદ કરે છે. પ્રલય મિસાઈલમાં પ્રોપેલન્ટ ઈંધણ છે. એટલે કે આ મિસાઈલના હાઈ એક્સપ્લોઝિવ, ક્લસ્ટર મ્યુનિશન, ફ્રેગમેન્ટેશન, થર્મોબેરિક અને કેમિકલ વેપન્સ ઈન્સ્ટોલ કરી શકાય છે.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!