Dark Mode
Image
  • Saturday, 18 May 2024

એક તરફ જેહાદ માટે વોટિંગ કરનારા લોકો, બીજી તરફ વિકાસ માટે વોટિંગ કરનારા લોકો: અમિત શાહ

એક તરફ જેહાદ માટે વોટિંગ કરનારા લોકો, બીજી તરફ વિકાસ માટે વોટિંગ કરનારા લોકો: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા છે. અમિત શાહે શુક્રવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવા અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પરના પ્રતિબંધને લગતા મુદ્દાઓ પર વોટ બેંકની રાજનીતિને કારણે "પ્રતિસાદ ન આપવા" માટે આકરા પ્રહારો કર્યા. "હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું...

 

અમિત શાહે દાવો કર્યો છે કે શરદ પવાર અને કોંગ્રેસની વોટ બેંક હવે ઉદ્ધવ ઠાકરેની નવી વોટ બેંક બની ગઈ છે. સાંગલીમાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું, "હું 'બનાવટી' શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું કે તમારે મહારાષ્ટ્રના લોકો સમક્ષ સ્પષ્ટતા કરવી જોઈએ કે CAA લાગુ થવો જોઈએ કે નહીં? શું PFI પર પ્રતિબંધ મૂકવો જોઈએ? રામ મંદિરનું નિર્માણ થવું જોઇતું હતું કે નહીં.. મંદિર સારી વાત છે કે નહીં?

 

જેહાદને મત આપનારા અને વિકાસને પ્રાથમિકતા આપનારા વચ્ચેનો જંગ

 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આગામી ચૂંટણીઓ 'જેહાદને મત આપનારા' અને વિકાસને પ્રાથમિકતા આપનારાઓ વચ્ચે છે. તેમણે કહ્યું, "આજે દેશમાં બે જુથ છે – જેમાંથી એક રામ મંદિરની વિરુદ્ધ છે, જ્યારે બીજુ મોદીજીનું છે, એનડીએનું છે. અને એવા લોકોનું છે જેઓ રામ મંદિર બનાવવા માંગતા હતા. તેમણે કહ્યું કે એક તરફ એ લોકો છે જેઓ જેહાદ માટે વોટિંગ કરે છે, તો બીજી તરફ એવા લોકો છે જેઓ વિકાસ માટે મત આપે છે.. એક તરફ એવા લોકો છે જે માત્ર પોતાના પરિવારના કલ્યાણની ચિંતા કરે છે. જ્યારે બીજી તરફ એ લોકો છે જે મોદીજીના નેતૃત્વમાં દેશના કલ્યાણ માટે કામ કરે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!