Dark Mode
Image
  • Saturday, 27 April 2024

28 માર્ચે કોર્ટમાં કેજરીવાલ કથિત લિકર કૌભાંડને લઇને કરશે ખુલાસો, પત્ની સુનિતા કેજરીવાલે યોજી પ્રેસ કોન્ફરન્સ

28 માર્ચે કોર્ટમાં કેજરીવાલ કથિત લિકર કૌભાંડને લઇને કરશે ખુલાસો, પત્ની સુનિતા કેજરીવાલે યોજી પ્રેસ કોન્ફરન્સ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.. જેમાં તેમણે દિલ્હીની જનતાને સંબોધતા કહ્યું કે મુખ્યમંત્રી તમારી ચિંતા કરે છે. દારૂ કૌભાંડ અંગે તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ 28 માર્ચે કોર્ટમાં તેનો ખુલાસો કરશે.

 

 

-- સીએમ માર્ચે કોર્ટમાં ખુલાસો કરશે :- તેમણે વધુમાં કહ્યું કે અરવિંદજીએ મને બીજી એક વાત કહી, દારૂ કૌભાંડ નામના આ શોમાં બે વર્ષમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા. પરંતુ એક પણ પૈસો મળ્યો નથી. તેઓએ સિસોદિયાજીના નિવાસસ્થાન પર, સંજયજીના ઘરે દરોડા પાડ્યા, અમારા ઘર પર દરોડા પાડ્યા પરંતુ કંઇજ મળ્યું નથી મારું શરીર જેલમાં છે પણ મારો આત્મા તમારી વચ્ચે છે. તમે લોકો તમારી આંખો બંધ કરો અને અનુભવો.

 

 

-- પત્ની સુનીતાએ કહ્યું- આતિષીને જેલમાંથી મેસેજ કર્યો હતો :- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે ગઈકાલે સાંજે હું અરવિંદજીને જેલમાં મળી હતી. બે દિવસ પહેલા તેમણે દિલ્હીના જળમંત્રી આતિષીને સંદેશો મોકલ્યો હતો કે પાણી અને ગટરની સમસ્યા હલ કરવામાં આવે. કેન્દ્ર સરકારે આ મામલે મુખ્યમંત્રી સામે કેસ દાખલ કર્યો છે, શું તેઓ દિલ્હીને બરબાદ કરવા માગે છે?

 

 

-- 28 માર્ચે કોર્ટમાં ખુલાસો કરશે :- વધુમાં કહ્યું કે અરવિંદજીએ મને કહ્યું કે આ દારૂ કૌભાંડની તપાસમાં EDએ છેલ્લા બે વર્ષમાં 250થી વધુ દરોડા પાડ્યા છે. હજુ સુધી એક પણ દરોડામાં પૈસા મળ્યા નથી. તેણે વધુમાં કહ્યું કે તે 28 માર્ચે કોર્ટમાં આ વાતનો ખુલાસો કરશે. તેઓ આના પુરાવા પણ આપશે.

 

 

-- સુનીતા કેજરીવાલ દરરોજ ED ઓફિસ જાય છે :- તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ તેમને મળવા મંગળવારે ED ઓફિસ પહોંચી હતી. આ પહેલા તેઓ રવિવારે પણ મળ્યા હતા. જ્યારથી કેજરીવાલ EDની કસ્ટડીમાં છે ત્યારથી તે દરરોજ સાંજે તેમને મળવા જઇ રહ્યા છે. ગઈકાલે સાંજે પણ સુનીતા કેજરીવાલ તેમને મળ્યા હતા.

 

 

-- કોર્ટે મળવાની પરવાનગી આપી છે :- PMLA કેસમાં વિશેષ અદાલતે કેજરીવાલના વકીલો ઉપરાંત તેમની પત્ની સુનિતા અને કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમારને દરરોજ સાંજે 6-7 વાગ્યાની વચ્ચે અડધો કલાક મળવાની મંજૂરી આપી હતી.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!