Dark Mode
Image
  • Monday, 20 May 2024

હવે કલમ 370 પર બનશે ફિલ્મ, બાહુબલીના લેખક વિજયેન્દ્ર પ્રસાદે આપી આ માહિતી

હવે કલમ 370 પર બનશે ફિલ્મ, બાહુબલીના લેખક વિજયેન્દ્ર પ્રસાદે આપી આ માહિતી

-- ઓગસ્ટ 2019માં ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધો હતો :

 

બાહુબલી ફિલ્મના લેખક વિજયેન્દ્ર પ્રસાદ માટે આ વર્ષ ખૂબ વ્યસ્ત રહ્યું છે. તેમણે તેમના પુત્ર અને દિગ્દર્શક એસ એસ રાજામૌલીની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ પૂર્ણ કરી છે. આ ફિલ્મમાં મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કહેવાય છે કે આ ફિલ્મ એક સાહસ કથા હશે જેમાં આફ્રિકાના જંગલની પૃષ્ઠભૂમિ હશે. તો હવે વિજયેન્દ્ર પ્રસાદ કલમ 370ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.

 

 

-- કલમ 370 આધારિત ફિલ્મઐતિહાસિક ડ્રામા હશે :- કલમ 370 આધારિત ફિલ્મએક ઐતિહાસિક ડ્રામા હશે, જે નવેમ્બર 1952થી ઓગસ્ટ 2019 સુધી ભારતીય બંધારણે જમ્મુ અને કાશ્મીરણે કેવી રીતે વિશેષ દરજ્જો આપો તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઓગસ્ટ 2019માં ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધો હતો. વિજયેન્દ્ર પ્રસાદ અત્યંત જાણીતાં અને પ્રતિભાશાળી લેખક છે એટલે તેઓ આ વાર્તાનેકેવી રીતે લખે છે તે જોવું રસપ્રદ હશે. વિજયેન્દ્ર પ્રસાદની અગાઉની ફિલ્મો બાહુબલી ફ્રેન્ચાઈઝી અને આરઆરઆર ઘણી સફળ રહી હતી.

 

 

-- ફિલ્મ મહિલાના દ્રષ્ટિકોણથી કહેવામાં આવશે :- કલમ 370 આધારિત ફિલ્મ એક બિગ બજેટ ફિલ્મ હશે જેના કેન્દ્રમાં સ્ત્રી પાત્રને સ્થાન આપવામાં આવ્યું છે. વિજયેન્દ્ર પ્રસાદ આ અંગે કહે છે કે, ‘વાર્તા એક મહિલાના દ્રષ્ટિકોણથી કહેવામાં આવે છે, જે ભાગલાના સમયથી શરુ થાય છે. આ ફિલ્મમાં બતાવવામાં આવશે કે કલમ 370 કેવી રીતે લાગુ કરવામાં આવી હતી, તેની નકરાત્મક અસરો શું હતી અને તે કેવી રીતે રદ કરવામાં આવી હતી જ્યારે તે મહિલાની ઉંમર 90ની હોય છે. તેનુંદ્રઢપણે માનવુંછે કે તે ત્યાં સુધી નહીં મરે જ્યાં સુધી શ્રીનગરના લાલ ચોક પર ભારતીય ધ્વજ લહેરાવવામાં નહીં આવે.

 

 

-- વાસ્તવિક ઘટનાઓને રજૂ કરવામાં આવશે :- વિજયેન્દ્ર પ્રસાદે એ નહોતું જણાવ્યું કે આ પીરિયડ ડ્રામા કોણ બનાવી રહ્યું છે અને કયા નિર્માતાએ સ્ક્રિપ્ટ માટે તેમનો સંપર્ક કર્યો હતો. તેમણે એવું કહ્યું કે આ વાર્તા વ્યાપક રિસર્ચ અને લોકોના પ્રત્યક્ષ અનુભવો પર આધારિત છે. તથ્યોને લઈને આ ફિલ્મ ચોક્કસ હોવી જોઈએ. આ કાલ્પનિક નથી અને માત્ર એ ઘટનાઓનું નાટકીય રૂપાંતરણ કર્યું છે જે વાસ્તવમાં બની હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!