Dark Mode
Image
  • Monday, 20 May 2024

‘એનિમલ’ના નિશાના પર હવે ‘ભાઈજાન’ અને આ સુપરસ્ટાર, રણબીર કપૂર તોડશે બધા રેકોર્ડ

‘એનિમલ’ના નિશાના પર હવે ‘ભાઈજાન’ અને આ સુપરસ્ટાર, રણબીર કપૂર તોડશે બધા રેકોર્ડ

એનિમલ ફિલ્મે રિલીઝના 15 દિવસમાં આખી દુનિયામાં 797.6 કરોડનો બિઝનેસ કર્યો છે.

 

દક્ષિણ ભારતના ફિલ્મ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’ ફિલ્મ અત્યારે કમાણીના રેકોર્ડ તોડી અને આગળ વધી રહી છે. રણબીર કપૂરની સૌથી ઝડપથી કમાણી કરનારી ફિલ્મ, એનિમલ બની ચૂકી છે. દરરોજ આ ફિલ્મ કમાણીના મામલે ઝડપથી આગળ વધી રહી છે. આ દરમ્યાન એનિમલના વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા છે.

 

એનિમલે કમાણીના રેકોર્ડ તોડ્યા

 

એનિમલની વાર્તા તથા એક્શને લોકોનું દિલ જીતી લીધું છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા ટ્વિટર ઉપર ફિલ્મના ગીતો તથા દ્રશ્યોના કટકા વાયરલ થઈ રહ્યા છે. ટૂંકા રોલ છતાં બોબી દેઓલ અને ત્રિપ્તી ડિમરીના પાત્રો ખૂબ વખણાઈ રહ્યા છે. ફેન્સે આ ફિલ્મ ઘણી પસંદ કરી છે અને તેના કારણે  જ એનિમલની કમાણી ઘણી થઈ રહી છે. એક બાજુ ચોક્કસ લોકો એનિમલ ફિલ્મની ટીકા કરી રહ્યા છે અને બીજી બાજુ તેને રિપિટ દર્શકો પણ મળી રહ્યા છે. આ વચ્ચે એનિમલનું વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

 

 

800 કરોડ ક્લબમાં એનિમલ

 

ફિલ્મના નિર્મતા તરફથી શેર કરેલાયેલા લેટેસ્ટ બોક્સ ઓફિસ નંબરના આધારે કહીએ તો એનિમલ ફિલ્મે રિલીઝના 15 દિવસમાં આખી દુનિયામાં 797.6 કરોડનો બિઝનેસ કર્યો છે.  એવામાં સંદીપ વાંગા રેડ્ડીની આ ફિલ્મ 800 કરોડની ક્લબમાં એન્ટ્રી લેવામાં માત્ર 3 કરોડ પાછળ છે. અને આ લખાય છે ત્યાં સુધી રણબીર કપૂર – રશ્મિકા મંદાનાની આ ફિલ્મ 800 કરોડનો આંકડો પણ પાર કરી લેશે. આ રેકોર્ડ કરનાર રણબીર કપૂરના કરિયરની પહેલી ફિલ્મ બની જશે.

 

એનિમલના નિશાના પર ભાઈજાન અને આમિર

 

દુનિયાભરમાં શાનદાર બિઝનેસ કરનારી એનિમલે અન્ય મોટા મોટા સ્ટાર્સની મોટી ફિલ્મોને પછાડી દીધી છે. એટલું જ નહીં, આવનારા દિવસોમાં આ ફિલ્મનો રેકોર્ડ અન્ય ફિલ્મ પણ તોડી શકે તેવું લાગતું નથી. વાત એમ છે કે, સલમાન ખાનની બજરંગી ભાઈજાન અને આમિર ખાનની સિક્રેટ સુપરસ્ટાર, રણબીર કપૂરની એનિમલના નિશાના પર છે.

 

સલમાન અને આમિરની આ બંને ફિલ્મોએ ક્રમશઃ 858 કરોડ અને 830 કરોડની કમાણી કરી હતી. આ બંને ફિલ્મો અભિનય, વાર્તા તથા કન્ટેન્ટની રીતે દમદાર હતી. અને બંનેમાં સલમાન ખાન અને આમિર ખાનના પાત્રો, સુપરસ્ટાર તરીકેના નહીં, બલ્કે સામાન્ય હતા. બજરંગી ભાઈજાનમાં સલમાન ખાનનો ખૂબ જ સરસ અભિનય હતો. પણ બંને ફિલ્મના રેકોર્ડ નજીકના ભવિષ્યમાં તૂટી જવાના છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!