Dark Mode
Image
  • Thursday, 02 May 2024

આજે પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે હિંસાના સમાચાર, પથ્થરમારામાં ભાજપના પોલિંગ એજન્ટ ઇજાગ્રસ્ત

આજે પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે હિંસાના સમાચાર, પથ્થરમારામાં ભાજપના પોલિંગ એજન્ટ ઇજાગ્રસ્ત

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસાના સમાચાર સામે આવ્યા છે. અહીં કૂચ બિહારના ચાંદમારી ગામ પાસે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, ચાંદમારીમાં મતદારોને રોકવા માટે ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ભાજપના પોલિંગ એજન્ટ ઘાયલ થયા છે.

 

 

-- કેન્દ્રીય મંત્રીના ઘર પાસે બોંબ :- અન્ય એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિકના ઘર પાસે બોમ્બ હોવાની માહિતી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બોમ્બને નિષ્ક્રિય કર્યો હતો. તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે પશ્ચિમ બંગાળની ત્રણ સીટો પર મતદાન થઈ રહ્યું છે.

 

 

-- તૃણમુલ કોંગ્રેસના કાર્યકરને પણ ઇજા :- હિંસાના મોટાભાગના અહેવાલ કૂચ બિહારના ચાંદમારી વિસ્તારમાંથી આવ્યા છે. બીજેપી બૂથ પ્રમુખ લોબ સરકાર પર હુમલાને લઈને તણાવ વધી ગયો. માથામાં ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એ જ રીતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થતાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને પણ માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. રાજાખોરા વિસ્તાર અને કૂચ બિહારમાં પણ આવો જ તણાવ છે. આ વિસ્તારમાં શાસક અને વિરોધ પક્ષના કાર્યકરો વચ્ચે હુમલાઓ અને વળતા હુમલા થયા હતા, જેના પગલે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંનેના કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હતી.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!